• શુક્રવાર, 03 મે, 2024

ગોંડલમાં પાંચ કિલો ગાંજા સાથે એક ઝડપાયો

ઓરિસ્સાથી ગાંજો લાવ્યાની કબૂલાત, રાજકોટ એસઓજી  દ્વારા કાર્યવાહી

ગોંડલ, તા.19 : રાજકોટ રૂરલ એસઓજીની ટીમે સાડા પાંચ કિલો ગાંજા સાથે ગોંડલ વોરાકોટડા રોડ હુડકો સોસાયટીમાં રહેતા ટ્રક ડ્રાઇવરને ઝડપી લીધો હતો. તેઓ ઓરિસ્સાથી ગાંજો લાવ્યો હોવાની કબૂલાત આપી છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ રૂરલ એસ.ઓ.જી. શાખાની ટીમ ગોંડલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ખાનગી રાહે હકિકત મળેલી કે, હુડકોમાં રહેતા અકરમ રફીક રાઠોડે પોતાનાં રહેણાક મકાનમાં વનસ્પતિજન્ય માદક પદાર્થનો જથ્થો વેચાણ અર્થે રાખેલો છે. પોલીસે દરોડો પાડતા તેનાં ઘરમાંથી રૂ.54,350ની કિંમતનો 435 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. આરોપી પાસેથી બે મોબાઇલ ફોન પણ કબજે કરાયા હતા અને ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં એન.ડી.પી.એસ. એક્ટ મુજબ ગુનો રજિસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી. આ કેસમાં આરોપી ઓરિસ્સાના કટકથી ગાંજો લાવ્યો હોવાનું ખૂલ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક