• મંગળવાર, 14 મે, 2024

જૂનાગઢમાં ફાટક ઓળંગતી વેળાએ ટ્રેનની ઠોકરે ચડી જતાં વૃદ્ધનું મૃત્યુ માળિયા હાટીનાનાં ભંડુરી ગામે ઝેર પી યુવાનનો આપઘાત

જૂનાગઢ, તા.28: જૂનાગઢના દોલતપરા વિસ્તારમાં એક વૃદ્ધ ટ્રેન અડફેટે ચડી જતા બન્ને પગ કપાઈ જતા ગંભીર ઈજા પહોંચતા મૃત્યુ થયું હતું. 

જાણવા મળતી વિગતો મુજબ ઝાંઝરડા રોડ ઉપર રહેતા જીવનભાઈ નરસિંહભાઈ જાવિયા (ઉં.68) દોલતપરામાં આવેલા 66 કે.વી. વિસ્તારમાં કોઈ કામસર ગયા હતા ત્યારે ફાટક ક્રોસ કરવા જતા ટ્રેન આવી જતા અડફેટે લેતા બન્ને પગ ઉપર ટ્રેનના વ્હીલ ફરી વળતા બન્ને પગ કપાઈ ગયા હતા તેમજ શરીરે તથા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડાતા ફરજ ઉપરના ડોક્ટરોએ મૃત જાહેર કરતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

બીજા બનાવમાં માળિયા હાટીનાના ભંડુરીના પ્રફુલ્લ નગાભાઈ પટાટ (ઉં.40)એ પોતાની વાડીએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા જૂનાગઢ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

 

ઇ-પેપરના નવા શુલ્ક