• મંગળવાર, 21 મે, 2024

સુરતમાં 1 કરોડનું ડ્રગ્સ પકડાયુ: નાસી છૂટેલા બે પેડલરની શોધખોળ ગુજરાતમાં સતત ચોથા દિવસે ડ્રગ્સ ઝડપાયું

સુરતમાં ડ્રગ્સ ખરીદી સુરેન્દ્રનગર વેચે તે પહેલા રાજકોટની મહિલા ઝડપાઈ

સુરત, રાજકોટ, તા.30 (ફૂલછાબ ન્યૂઝ): ગુજરાત રાજ્યમાં ચાર દિવસમાં ડ્રગ્સ પકડાવાના બનાવોએ ચકચાર જગાવી છે. પોરબંદર નજીક અરબી સમુદ્રમાંથી 173 કિલો ચરસ, રાજસ્થાન-ગુજરાતમાં ચાર દરોડા પાડી 230 કરોડનું એમડી ડ્રગ્સ ઝડપાયા બાદ ત્રીજા દિવસે ફરી કોસ્ટગાર્ડ એ.ટી.એસ અને એન.સી.બી.એ સંયુક્ત દરોડા પાડી 86 કિલો હેરોઈન સાથે 14 બુલીસ્તાની કરાચીને ઝડપી લીધા બાદ સુરત એસ.ઓ.જી.એ 1 કરોડના ડ્રગ્સનો જથ્થો ઝડપી લીધો હતો. આ ઉપરાંત સુરતથી ડ્રગ્સ ખરીદી સુરેન્દ્રનગરમાં વેચાણ કરવા આવેલી રાજકોટની મહિલાને ઝડપી લેતા ચકચાર જાગી છે.

સુરત શહેરમાંનો ડ્રગ્સ ઈન કેમ્પેઈન અંતર્ગત રામપુરા વિસ્તારમાં વોચ ગોઠવી ડ્રગ્સની ડિલિવરી કરવા આવેલ બાઈક સવાર એસઓજીની ટીમને જોઈ ડ્રગ્સને મૂકીને ભાગી છૂટયા હતા. પોલીસે અંદાજીત રૂ.1 કરોડની કિંમતનું 1 કિલો ડ્રગ્સ કબજે કર્યો છે.  સુરત શહેર પોલીસનો ડ્રગ્સ ઈન સુરત શહેરમાં અભિયાન ચલાવી રહી છે ત્યારે ડ્રગ્સ, ગાંજો, ચરસ સહિતના ઈ-િસગારેટ, હુક્કા, પ્રતિબંધિત ઈમ્પોર્ટેડ સિગારેટ જેવા નાશાકારક પદાર્થનો વેચાણ અને હેરાફેરી કરનારા સામે લાલ આંખ કરી છે ત્યારે એમડી ડ્રગ્સનું ડિલિવરી થઈ રહી હતી ત્યારે બે બાઈક સવાર પોલીસને જોઈને રૂ.1 કરોડની અંદાજીત કિંમતનું આશરે 1 કિલો ડ્રગ્સનો જથ્થો મૂકી ફરાર થઈ ગઈ હતી. આ અંગે ગત મોડી રાત્રે લાલગેટ પોલીસ મથક એનડીપીએસ એક્ટ અન્વયે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

બીજા કેસમાં રાજકોટ આણંદનગર બ્લોક નં.7, ક્વાર્ટર નં.287માં રહેતી રીના ઉર્ફે ફાતિમા રણજીતભાઈ ગોહેલને ઝડપી તેની પાસેથી રૂ.86650નો 4.95 ગ્રામ હેરોઈન અને 5.65 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ મળી આવ્યું હતું. જે સુરતથી ડ્રગ્સ ખરીદી સુરેન્દ્રનગરમાં વેચાણ કરવા આવતા ઝડપાઈ હતી. જે એસઓજી પીઆઈ એચ.જે.ભટ્ટે તપાસ હાથ ધરી છે. જેથી સુરેન્દ્રનગરના ડ્રગ્સ માફિયા અને બંધાણીના નામ ખુલશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક