• શનિવાર, 18 મે, 2024

મોરબીમાં યુવાનના હત્યા કેસમાં એક શખસને આજીવન સખત કેદની સજા

મોરબી, તા.3 : મોરબીમાં રહેતા ઈમરાન ઉમરશા શાહમદાર નામના યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા કર્યાના કેસમાં કોર્ટે મકરાણીવાસમાં રહેતા સરફરાઝ ફિરોઝ શાહમદાર નામના શખસને તકસીરવાન ઠરાવી આજીવન સખત કેદની સજા અને રૂ. ર લાખનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો.

આ કેસ અંગેની વિગત એવી છે કે, મોરબીમાં રહેતા ઈમરાન શાહમદારને મકરાણીવાસમાં રહેતો સરફરાઝ નામનો શખસ તેની પત્ની સાહીદા ગમતી હોય તેની સાથે લગ્ન કરવાની વાત કરતો હોય તેને ઈમરાનના ભાઈ જાવીદશા સહિતનાએ સમજાવ્યો હતો. બાદમાં રાત્રીના ઘરમાં ઘૂસી સરફરાઝે ઈમરાનની છરીના ઘા ઝીંકી હત્યા કરી ફરાર થઈ ગયો હતો. આ અંગે પોલીસે જાવીદશા ઉમરશા શાહમદારની ફરિયાદ પરથી સરફરાજ ફીરોજ શાહમદાર સામે ગુનો નોંધી ધરપકડ કરી જેલમાં ધકેલી દીધો હતો અને આ અંગેનો કેસ ચાલી જતા કોર્ટે હત્યારા સરફરાઝ ફિરોઝ શાહમદારને આજીવન કેદની સજા અને રૂ. ર લાખનો દંડ ફટકારતો હુકમ કર્યે હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક