• શનિવાર, 18 મે, 2024

લીંબડી પાસે ટ્રકમાંથી રપ લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો દારૂ, ટ્રક, રોકડ મળી 37.39 લાખના મુદ્દામાલ સાથે ટ્રકચાલકની ધરપકડ

રાજકોટ/સુ.નગર, તા.4 (ફૂલછાબ ન્યૂઝ): આગામી લોકસભા ચૂંટણી સંદર્ભે રાજ્યભરની પોલીસને વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા અને વોચ રાખવા થયેલા આદેશના પગલે સુરેન્દ્રનગર એલ.સી.બી.ને મળેલ બાતમીના આધારે સિમેન્ટના ટાંકામાં છૂપાવી ટ્રકમાં લઈ જવાતો રપ લાખની કિમતનો વિદેશી દારૂ-બીયરના જથ્થા સાથે ટ્રકચાલકને ઝડપી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. 

એલ.સી.બી. ટીમ દ્વારા લીંબડી પો.સ્ટે. વિસ્તારમાં નેશનલ હાઈવે રોડ ઉપર ખાસ પેટ્રોલીંગ હાથ ધરી ચોક્કસ બાતમી હકિકત મેળવી સિમેન્ટના ટાંકામાં છૂપાવીને લઈ જવાતો ઈંગ્લીશ દારૂ સાથે ટ્રકનો ચાલકને ગે.ક. પાસ પરમીટ વગરનો ભારતીય બનાવટનો અલગ અલગ બ્રાન્ડનો વિદેશી દારૂ ગ્રીન લેબલ એક્ષ્પોર્ટ સ્પેશીયલ ધ રીચ બ્લેન્ડ વ્હિસ્કી 7પ0 એમ.એલ.ની બોટલ નંગ 476 કી.રૂ.1,61,840/- ઓફીસર ચોઈસ ક્લાસિક વ્હિસ્કી 7પ0 એમ.એલ.ની બોટલ નંગ 3780 કી.રૂ.13,23,000/- વ્હાઈટ લેસ વોડકા ઓરેંજ ફ્લેવર 180 એમ.એલ.ની બોટલ નંગ 6655 કી.રૂ.6,65,000/- કીંગ ફીશર સુપર સ્ટ્રોંગ પ્રીમીયમ બીયર ટીન પ00 એમ.એલ.ની બીયર ટીમ નંગ 3509 કી.રૂ.3,50,900/- એમ કુલ ઈંગ્લીશ દારૂ કી રૂ.25,01,240/- તથા મોબાઈલ ફોન નં.1 કી.રૂ.10,000/- તથા ડ્રાઈવીંગ લાઈસન્સ તથા ટ્રક રજી નંબર આરજે-09-જીડી-0950 કી.રૂા.12,00,000/- (બાર લાખ) તથા રોકડ રૂપીયા ર8,000/- એમ મળી કુલ કી.રૂા.37,39,240/- ના મુદ્દામાલ સાથે આરોપી નામદાલુરામ સ. ઓફ ભુરારામ મેસારામ સીયાગ જાતે જાટ (ઉ.વ.33) ધંધો-ડ્રાઈવીંગ રહે. જૈતાનીયો કી ઢાણી નોખ તા.જી. બાડમેર રાજ્ય રાજસ્થાન 344001 થાના સુંદર બાડમેરવાળાની ધરપકડ કરી હતી.

જેતપુરમાં સાડીના કારખાનામાંથી રૂ.7 લાખના દારૂ સાથે કારખાનેદાર ઝડપાયો

બુટલેગર બંધુની શોધખોળ

જેતપુર, તા.4 : જુનાગઢ રોડ પર આવેલા યોગેશ પ્રિન્ટ નામના સાડીના કારખાનામાં જેતપુરમાં રહેતા ભગીરથ ઉર્ફે ભદો પરેશ વાઘેલા અને જગદીશ ઉર્ફે જગો પરેશ વાઘેલા નામના બુટલેગર બંધુએ દારૂનો જથ્થો ઉતાર્યે હોવાની બાતમીના આધારે રુરલ એલસીબીના પીઆઈ વી.વી.ઓડેદરા તથા સ્ટાફે દરોડો પાડયો હતો અને કારખાનામાથી રૂ.7.03 લાખની કિંમતની 4068 બોટલ દારૂનો જથ્થો મળી આવતા કબજે કર્યો હતો.

આ દરોડા દરમિયાન પોલીસે જેતપુર દેસાઈવાડીમાં રહેતા કારખાનેદાર પીયુશ શાંતીલાલ વેકરીયાને ઝડપી લીધો હતો અને પોલીસની પ્રાથમિક તપાસ અને પુછતાછમાં બુટલેગર બંધુ સાથે મળી આ દારૂનો જથ્થો ઉતાર્યાની કબુલાત આપી હતી. પોલીસે દારૂ અને મોબાઈલ સહિત રૂ.7.18 લાખનો મુદ્દામાલ કબજે કરી બુટલેગર બંધુની શોધખોળ શરૂ કરી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક