• શનિવાર, 18 મે, 2024

રબારીકા ગામે હવન કાર્યમાં રાજકોટના ગોર મહારાજે ધકકો મારતા પટકાયેલા વૃધ્ધનું મૃત્યુ હવન કાર્યમાં રાજકોટના વૃધ્ધને સામેલ નહી કરતા ઉશ્કેરાયા’તા

જેતપુર, તા.4 : રબારીકા ગામે યોજાયેલ હવન કાર્યમાં રાજકોટના કર્મકાંડનું કામ કરતા વૃધ્ધને નહી સામેલ કરતા રબારીકા ગામે પહોંચેલા રાજકોટના વૃધ્ધએ ઉશ્કેરાટમાં આવી જઈ યજમાન વૃધ્ધને ધકકો મારતા પટકાયા અને માથામાં ઈજા થવાથી મૃત્યુ નિપજયું હતું. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

આ બનાવ અંગેની વિગત એવી છે કે, રબારીકા ગામે ખાંટ રાજપુત ક્ષત્રીય સમાજ દ્વારા ગામમાં એક હવન કાર્યનું આયોજન કર્યું હતું. જેમાં હવનમાં યજમાન તરીકે રવજીભાઈ રાઠોડ નામના સેવાભાવી વૃધ્ધ સેવા બજાવતા હતા અને હવન કાર્ય ચાલુ હતું ત્યારે રાજકોટમાં રહેતા અમૃતલાલ ગોર નામના વૃધ્ધ રબારીકા ગામે ખાંટ રાજપુત ક્ષત્રીય સમાજના પારંપરીક કર્મકાંડ કરવાનું કામ કરતા હોય આવ્યા હતા અને ઝઘડો કર્યો હતો.

આથી સમાજના આગેવાનો અને લોકોએ અમૃતલાલ ગોરને કહ્યંy હતું કે અનેક વખત હવન કાર્ય માટે બોલાવવામાં આવવા છતાં નહી આવતા બીજા ગોરને બોલાવવામાં આવ્યા હતા. આથી અમૃતલાલ ગોર ઉશ્કેરાયા હતા અને ઝઘડો કરી રવજીભાઈ રાઠોડ સાથે ઝઘડો કરી ધકકો મારતા રવજીભાઈ નીચે પટકાયા હતા ને માથામાં ઈજા થવાથી તાકીદે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં ફરજ પરના તબીબે રવજીભાઈ રાઠોડને મૃત જાહેર કર્યા હતા. બાદમાં મૃતદેહ ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક