• શનિવાર, 18 મે, 2024

શાપરમાં હોટલ સંચાલકને દોઢ લાખનો ચૂનો ચોપડી નવસારીના બે શખસ ફરાર બન્ને શખસ રપ દિવસ હોટલમાં રોકાયા’તા

રાજકોટ, તા.4 : શાપર-વેરાવળમાં આવેલી હોટલમાં રપ દિવસ રોકાણ કર્યા બાદ નવસારીના બે શખસ દોઢ લાખનું બિલ ચૂકવ્યા વગર ફરાર થઈ ગયાની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, શાપર વેરાવળમાં આવેલ લોર્ડસ હોટલના કર્મચારી મોહિતકુમાર તેજનારાયણ ઠાકુરે નવસારીમાં રેલવે સામે એરુ રોડ પર રુસ્મની એપાર્ટમેન્ટમાં રહેતા ભાર્ગવ રમેશ ગઢવી અને નવસારીમાં શાંતાદેવી રોડ પર વિદ્યાદર્શન એપાર્ટમેન્ટમાં રહેતા સાહિલ રમેશ પરમાર નામના શખસો રૂ.1.પ0 લાખનું બિલ ચૂકવ્યા વગર ફરાર થઈ ગયાની ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને શખસ સામે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.

આ બનાવ અંગે પોલીસે હાથ ધરેલી તપાસમાં નવસારીના ભાર્ગવ ગઢવી અને સાહિલ પરમાર નામના શખસો તા.1 એપ્રિલથી રપ એપ્રિલ સુધી હોટલમાં રોકાયા હતા અને હોટલમાં નાસ્તો-જમવાનું મગાવી અને રૂમ ભાડું સહિત રૂ.1.પ0 લાખનું બિલ થયું હતું અને બાદમાં બન્ને શખસ બિલ ચૂકવ્યા વગર નાસી છૂટયા હતા. પોલીસે બન્ને શખસને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક