• રવિવાર, 19 મે, 2024

નુપૂર શર્માની હત્યાનું કાવતરું રચનાર કટ્ટરપંથી મૌલવીની સુરતમાં ધરપકડ

મહારાષ્ટ્રના નવાપુરના સોહેલ અબુબકરનું પાકિસ્તાન-નેપાળ કનેક્શન ખૂલ્યું

હિન્દુવાદી નેતા ઉપદેશ રાણાની હત્યા માટે 1 કરોડની સોપારી આપ્યાની કબુલાત

રાજકોટ, તા.5 (ફૂલછાબ ન્યૂઝ) : સુરતના ગોડાદરા હિન્દુવાદી નેતા તેમજ ભાજપના પૂર્વ પ્રવક્તા નુપૂર શર્મા અને રાષ્ટ્રીય ચેનલના એડિટરને જાનથી મારી નાખવાનું કાવતરું રચતા તેમજ હિન્દુ દેવી-દેવતાના મોર્ફ કરેલ બિભત્સ તસવીરો ગ્રુપમાં મૂકનાર મૂળ મહારાષ્ટ્રના નવાપુરના વતની અને હાલ સુરતમાં રહેતા કટ્ટરપંથી મૌલવીને સુરત ક્રાઇમ બ્રાંચે ઝડપી લેતા ચોંકાવનારા ખુલાસા બહાર આવતા સનસનાટી મચી ગઈ છે.

પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ સુરત ક્રાઇમ બ્રાંચે વિદેશથી આવતા કોલ ટ્રેસ કરતા મળેલ ગુપ્ત માહિતીના આધારે મૂળ મહારાષ્ટ્રના નવાપુરના વતની અને સુરતના કઠોર, સ્વાગત રેસિડન્સીમાં રહેતા સોહેલ અબુબકર ટીમોલ (ઉં.વ.27)ને ઉઠાવી લીધો હતો.

ઝડપાયેલો મૌલવી સાહેલ મુસ્લિમ બાળકોને કઠોર-અંબોલી વિસ્તારમાં ઇસ્લામ ધર્મનું ટયુશન આપતો હોવાનું અને લસણકા ડાયમંડનગરમાં દોરાની ફેક્ટરીમાં મેનેજર તરીકે નોકરી કરતો હોવાની કબુલાત આપી હતી.

ક્રાઇમ બ્રાંચે તેની પાસેથી મોબાઇલ કબજે કરી તપાસ હાથ ધરતા ચોંકાવનારી હકીકતો સામે આવી હતી. જેમાં છેલ્લા દોઢ વર્ષથી સોહેલ પાકિસ્તાની નંબરના ડોગર અને નેપાળના શહેનાઝ નામના શખસો સાથે સોશિયલ મીડિયા મારફતે સંપર્ક ધરાવતો હતો અને ભારતના હિન્દુવાદી સંગઠનો દ્વારા નબીની ગુસ્તાખી કરતા લોકોને શબક શીખવી ધમકી આપવા મૌલવીને આ શખસો જણાવતા તેમજ પોતાની ઓળખ ન થાય તે માટે લાઓસ દેશનું ઇન્ટરનેશનલ સીમ મેળવી તેનો ઉપયોગ કરતા હતા.

વધુમાં આ કટ્ટરપંથીઓ વોટ્સએપમાં બિઝનેસ નંબર એક્ટિવ કરાવી હિન્દુવાદી નેતા ઉપદેશ રાણા, હૈદરાબાદના રાજાસિંહ, સુદર્શન ચેનલના એડિટર ચીફ સુરેશ ચવ્હાણ અને નુપૂર શર્માને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું કાવતરુ પણ સાથે મળી ઘડયું હોવાની કેફિયત આપી હતી.

કટ્ટરવાદી ગ્રુપના એક સભ્યને ઉપદેશ રાણાનો ફોટો મોકલી 1 કરોડમાં હત્યાની સોપારી આપ્યાની કબુલાત આપતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

મૌલાના સોહેલે દેશના રાષ્ટ્રધ્વજના ફોટામાં ચેડા કરી હિન્દુ દેવી-દેવતાઓ બાબતે અભદ્ર કોમેન્ટ ઉપરાંત વિદેશી હેન્ડલરો પાસેથી હથિયારો મગાવ્યાની કેફિયત આપી હતી તેમજ પાકિસ્તાન, ઇન્ડોનેશિયા, કઝાકિસ્તાન, વિયેતનામ અને લાઓસ દેશના કોડવાળા વોટ્સએપ નંબરના ધારકો સાથે સંપર્ક ધરાવતો હોવાની હકીકતો સામે

આવી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક