• રવિવાર, 19 મે, 2024

રબારીકા ગામે યજમાનને ધક્કો મારી મૃત્યુ નિપજાવનાર રાજકોટના વૃધ્ધની ધરપકડ

હવનકાર્યમાં નહીં બોલાવતા રાજકોટના ગોરએ આવી ડખ્ખો કર્યો’તો

જેતપુર, તા.પ : રબારીકા ગામે હવન કાર્યમાં રાજકોટથી આવેલા વૃધ્ધ ગોરએ યજમાન સાથે ઝઘડો કરી યજમાનને ધકકો મારી પછાડતા માથામાં પથ્થરની પાટ લાગી જતા હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા.

જેનુ સારવાર મળે તે પહેલા જ મૃત્યુ નિપજયું હતું. આ

અંગે પોલીસે મૃતકના પુત્રની ફરિયાદ પરથી રાજકોટના ગોર સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, રબારીકા ગામે ખાંટ રાજપુત ક્ષત્રીય સમાજના લોકો દ્વારા હવન કરવાનુ કાર્ય કરવામાં આવ્યું હતું. દરમિયાન આ હવનમાં યજમાન તરીકે ગામમાં રહેતા રવજીભાઈ રાઠોડ નામના વૃધ્ધ સેવા આપતા હતા.

દરમિયાન રાજકોટથી અમૃતલાલ દવે નામના ગોર આવ્યા હતા અને હવન કાર્ય ચાલુ હોય ત્યાં પહોંચ્યા હતા અને ગ્રામજનો સાથે માથાકુટ કરી હતી અને ગ્રામજનોએ રાજકોટના અમૃતલાલ દવેને હવનના કર્મકાંડના રૂ.11 હજાર કહ્યા હોય તે પરવડે તેમ ન હોય ઓછી દક્ષીણા લેતા બીજા ગોરને બોલાવવાનુ નકકી કર્યું હોવાનું જણાવ્યું હતું આથી અમૃતલાલ દવે ઉશ્કેરાયા હતા અને યજમાન રવજીભાઈ રાઠોડ સાથે માથાકુટ કરી ધકકો મારતા રવજીભાઈ ઘરમાં પાણીયારાની પથથરની પાટ સાથે અથડાયા હતા અને માથામાં ઈજા થવાથી બેભાન હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયેલ જેનું સારવાર મળે તે પહેલા જ મૃત્યુ નિપજયું હતું.

આ બનાવ અંગે પોલીસે મૃતક રવજીભાઈના પુત્ર હિતેષ રવજીભાઈ રાઠોડની ફરિયાદ પરથી રાજકોટના અમૃતલાલ દવે વિરુધ્ધ કલમ 304 મુજબ

ગુનો નોંધી ધરપકડ કરી હતી.પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક