• સોમવાર, 20 મે, 2024

સુરતમાં એમ.ડી. ડ્રગ્સ-સીરપનું વેચાણ કરતી બેલડી ઝડપાઈ ઉમરવાડાના પેડલરનું નામ ખુલ્યું : ત્રણ આરોપી વોન્ટેડ

સુરત, તા.6(ફૂલછાબ ન્યૂઝ): સુરત પોલીસે યુવાધનને ડ્રગ્સની લતથી બચાવવા સુરત શહેર પોલીસે હાથ ધરેલી ઝુંબેશ હેઠળ રૂસ્તમપુરા અકબર સઈદના ટેકરા ઉપર આવેલ શેરઅલી બાવાની દરગાહ પાસેથી 2.60 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ તેમજ 122 પ્રતિબંધિત સીરપની બોટલ સાથે બેની ધરપકડ કરી હતી. જ્યારે ત્રણને વોન્ટેડ જાહેર કર્યા હતા. 

સલાબતપુરા પોલીસને મળેલી બાતમીના આધારે અકબર સઈદના તેકરા ઉપર એક ઘરમાં રેડ કરતા પોલીસને કાલીમ સુલેમાન શેખ અને રિઝવાન ઈકબાલ શેખ એમ.ડી.ડ્રગ્સનું વેચાણ કરતા હોય, કાલીમ શેખના પેન્ટના ખિસ્સામાંથી 2.60 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ, ડ્રગ્સ વેચાણના રોકડા રૂપિયા 3400/- રિઝવાન પાસેથી મળ્યા હતા. જ્યારે ઘરમાં તપાસ કરતા વોશિંગ મશીનમાં કોરેક્ષ અને કોડીન સીરપની 122 નંગ બોટલ મળી આવી હતી.

પોલીસે આ બંન્નેની પુછપરછ કરતા ખટોદરા કોલોની ગાંધીનગર ઝુંપડપટ્ટીમાં રહેતા વીકી શાંતારામ ભાલે પાસેથી એમ.ડી.ડ્રગ્સ લાવતા હતા તેમજ ઉમરવાડાના પેડલર સાહિલ ઈસ્માઈલ ખંજરને વેચાણ કરવા આપતો હતો. જ્યારે સીરપ તેઓ સઈદ નામના શખસ પાસેથી લાવ્યા હોવાનું કબુલ્યું હતું. પોલીસે ત્રણને વોન્ટેડ જાહેર કર્યા હતા.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક