• સોમવાર, 20 મે, 2024

અરવલ્લી : પોલીસે દારૂના 861 ગુના નોંધ્યા, 1 કરોડની રોકડ સીઝ લોકસભા ચૂંટણી અંતર્ગત અત્યાર સુધીમાં 4589 આરોપીની અટકાયત

મોડાસા, તા.6 : લોકસભા ચૂંટણી અંતર્ગત કાર્યવાહીમાં પોલીસે અત્યાર સુધીમાં દારૂના 861 ગુના નોંધ્યા છે તેમજ રૂ.1.09 કરોડની રોકડ સીઝ કરી 4589 જેટલા આરોપીની અટકાયત કરી છે.

અરવલ્લી જિલ્લા પોલીસ તંત્રના જણાવ્યા અનુસાર દેશી-વિદેશી દારૂના 861 ગુનામાં 57 હજારનો 2858 લીટર દેશી દારૂ, 75.83 લાખનો 13,417 લીટર વિદેશી દારૂ ઝડપી લીધો હતો. નોન બેલેબલ વોરંટની 2240 બજવણી કરવામાં આવી હતી. જિલ્લામાં હથિયારનો પરવાનો ધરાવતા પરવાનેદાર પાસેથી 730 હથિયાર પોલીસે જમા લીધા હતા જ્યારે એક ઈસમને ગેરકાયદે હથિયારનો કેસ કરવામાં આવ્યો હતો. એનડીપીએસ એક્ટ હેઠળ એક ગુનો નોંધવામાં આવ્યો હતો. વચગાળાના જામીન પર ફરાર એક આરોપીને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દેવાયો હતો. એમવી એક્ટ-185 હેઠળ 68 અને એમવી એક્ટ-207માં 210 કેસ કરવામાં આવ્યા છે. બિનહિસાબી 1.09 કરોડ રોકડ રકમ સીઝ કરવામાં આવી છે. ગુના આચરી નાસતા ફરતા 60 આરોપીને પકડી જેલમાં મોકલી આપ્યા હતા. 4 આરોપી સામે પાસા અને 2 આરોપીને તાડીપાર કરવામાં આવ્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક