• રવિવાર, 19 મે, 2024

જાફરાબાદમાં ચૂંટણી ફરજ દરમિયાન મહિલા કર્મચારી ઓંચિતા ઢળી પડતા મૃત્યુ

હાર્ટએટેકથી મૃત્યુ થયાની આશંકા

રાજુલા, તા.7 : ગુજરાતની 25 સહિત 11 રાજ્યોની 93 બેઠકો પર મતદાન થયું હતું. આ દરમિયા અમરેલીના જાફરાબાદથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. જાફરાબાદમાં ચૂંટણી ફરજ બજાવતા એક મહિલા કર્મચારી ઓચિંત જ ઢળી પડયા હતા અને સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

પ્રાપ્ત થતી માહિતી મુજબ જાફરાબાદ શહેરની સાગર સ્કૂલમાં ચૂંટણી ફરજ બજાવતા કૌશિકાબેન બાબરિયા અચાનક ઢળી પડયા હતા. જે બાદ તેમણે ઈમરજન્સી 108 મારફતે રાજુલાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબ દ્વારા મૃત જાહેર કરાતા કર્મચારીઓમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. પ્રાથમિક અનુમાન મુજબ મહિલાનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું છે. મહિલા કર્મચારીના મૃતદેહના પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવશે.

ઇ-પેપરના નવા શુલ્ક