• સોમવાર, 20 મે, 2024

મેઘરજમાં ભાજપ આગેવાન પર અજાણ્યા શખસનો હુમલો : પાંચ હુમલાખોર ઝડપાયા

કારનો પીછો કરી પથ્થરમારો કર્યો : કેમેરાના ફૂટેજના આધારે અન્યોની શોધખોળ

મોડાસા, તા.8 : મેઘરજ પંથકમાં ચૂંટણી એજન્ટની કામગીરી પૂર્ણ કરી પરત આવતા ભાજપ આગેવાનની કારનો અજાણ્યા શખસે પીછો કરી પથ્થર મારો કર્યો હતો અને ભાજપ આગેવાનને હાથમાં ઈજા પહોંચાડી નાસી છૂટયા હતા. આ બનાવમાં પોલીસે પાંચ હુમલાખોરોને ઝડપી લઈ  અન્ય હુમલાખોરોને સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે ઝડપી લેવા દોડધામ શરૂ કરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, મેઘરજ ગ્રામ્ય વિસ્તારમાંથી ચૂંટણી એજન્ટની કામગીરી પૂર્ણ કરી કારમાં પરત ફરતા ભાજપ આગેવાન અને પુંસરીના પૂર્વ સરપંચ હિમાંશુ નરેન્દ્ર પટેલ મેઘરજમાં મામલતદાર કચેરી પાસેથી પસાર થતા હતા ત્યારે બાઇકમાં ધસી આવેલા અજાન્યા દસથી બાર શખસે હિમાંશુ પટેલની કારને આંતરી હતી અને પથ્થરમારો કરી લાકડીથી હુમલો કરતા હિમાંશુ પટેલને હાથમાં ઈજા પહોંચી હતી અને કારમાં તોડફોડ કરી નાસી છૂટયા હતા.

આ બનાવના પગલે પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. દરમિયાન પોલીસે એક હુમલાખોરને ઝડપી લીધો હતો. પોલીસે હિમાંશુ પટેલના ડ્રાઇવરની ફરિયાદ પરથી રસિક કાના ડામોર સહિતના શખસો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. આ બનાવના પગલે મેઘરજમાં અજંપાભરી પરિસ્થિતિ સર્જાઈ હતી. એક હુમલાખોરને ઝડપી લીધો હોય ભાજપ આગેવાન સાથે લોકોનું ટોળું પોલીસ મથકે દોડી ગયું હતું અને ભાજપના અન્ય એક નેતા સાથે માથાકૂટ થઈ હતી. પોલીસે હુમલાખોર રસીક કાના ડામોરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી અને સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે અન્ય હુમલાખોરોની શોધખોળ શરૂ કરી હતી.

દરમિયાન પોલીસે બાંઠીવાડાના હીરાટીંબાના નીલેષ માના ચૌહાણ, મેધરજની જલધારા સોસાયટીના અભીષેક  રાકેશ જૈન, કમલેશ પ્રતાપ પરમાર,અને ભેમાપુરના માધુ પરથા કટારાને ઝડપી લીધા હતા.પોલીસે અન્ય સાગરીતોની શોધખોળશરુકરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક