• સોમવાર, 20 મે, 2024

ખાંભાના નવા માલકનેસ ગામે મતદાન કરતો વીડિયો વાયરલ

અમરેલી, તા.8 : અમરેલી જિલ્લાના ખાભાં તાલુકાના નવા માલકનેશ ગામે ગઈ કાલે યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં મતદાન બૂથના એજન્ટ દ્વારા બૂથનો વીડિયો ઉતારી વાયરલ કરતા મતદાન ગુપ્તતા અંગેની ફરિયાદ નોંધાયેલ હતી.

પ્રાપ્ત વિગત મુજબ ગઈકાલે યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં ખાંભા તાલુકાના નવા માલકનેસ ગામની સ્કૂલના બૂથ નંબર બેના એજન્ટ ગોરધન દાદુભાઈ સોલંકીએ બૂથ એકમાં પ્રતિબંધિત મોબાઈલ પ્રિસાઈડીંગ ઓફિસરની જાણ બહાર લઈ જઈ મતદાન કરતી વખતનો વીડિયો ઉતારેલ હતો. બાદમાં આ વીડિયો પોતાના મોબાઈલ વોટ્સએપમાં વાયરલ કરેલ હતો. જે અંગે આ એજન્ટ સામે પ્રિસાઈડીંગ ઓફિસર આર બી રાઠવાએ જાહેરનામાનો ભંગ કર્યા અંગેની ફરિયાદ નોંધાવી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક