• શનિવાર, 31 મે, 2025

રશિયાના હુમલાથી યુક્રેનમાં દહેશત : 24 કલાકમાં 1475 સૈનિક માર્યા ગયા

ડોનેત્સ્કના એક મહત્વના વિસ્તાર ઉપર રશિયાએ કબજો કર્યો

નવી દિલ્હી, તા. 28 : પુર્વી યુક્રેનના ડોનબાસ વિસ્તારમાં યુદ્ધની સ્થિતિ વધારે ગંભીર બની છે. રશિયાએ દાવો કર્યો છે કે તેની સેનાએ ડોનેત્સ્કના સ્ટારાયા નિકોલાયેકા નામના એક મહત્વના વિસ્તાર ઉપર કબજો કરી લીધો છે. મોસ્કોના કહેવા પ્રમાણે આ ઓપરેશન છેલ્લા 24 કલાકમાં પાર પાડવામાં આવ્યું હતું અને તેમાં 1475 યુક્રેની સૈનિક માર્યા ગયા છે.  રશિયાના રક્ષા મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર સ્ટારાયા વિસ્તાર મુક્ત કરાવાયો છે. ડોનબાસ હકીકતમાં ડોનેસ્ત્સ્ક અને લહાંસ્ક વિસ્તારને મળીને ઓળખાતું નામ છે અને યુદ્ધનું મોટું કેન્દ્ર છે. રશિયાના માનવા પ્રમાણે આ વિસ્તારમાં રહેતા લોકો રશિયાના મૂળના છે અને તેમની મદદથી બનેલા મિલિશિયા ગ્રુપ મોસ્કો સાથે મળીને યુક્રેન સામે જંગ લડી રહ્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક