• મંગળવાર, 23 એપ્રિલ, 2024

હૈદરાબાદના મેયર સહિત ભાજપ નેતા કોંગ્રેસમાં જોડાયા લોકસભા ચૂંટણી પહેલા કર્ણાટકમાં ઉથલપાથલ

નવી દિલ્હી, તા.31 : લોકસભા ચૂંટણી પહેલા રાજકીય ઉથલપાથલ યથાવત્ છે. નવા ઘટનાક્રમમાં હૈદરાબાદમાં ગ્રેટર હૈદરાબાદ નગર નિગમના મેયર વિજયલક્ષ્મી આર.ગડવાલ અને ભાજપા નેતા તેજસ્વિની ગૌડા કોંગ્રેસમાં જોડાયા હતા.

નવી દિલ્હી ખાતે કોંગ્રેસ મુખ્યાલયમાં પાર્ટીના મહાસચિવ જયરામ રમેશ અને પાર્ટીના મીડિયા - પ્રચાર વિભાગના પ્રમુખ પવન ખેડાની હાજરીમાં તેઓ કોંગ્રેસમાં સામેલ થયા હતા. ર004-ર009 સુધી કોંગ્રેસના સાંસદ રહ્યા બાદ ર014માં ભાજપમાં જોડાયેલા ગૌડાએ આરોપ લગાવ્યો કે ભાજપા બંધારણીય અને લોકતાંત્રિક મૂલ્યોમાં વિશ્વાસ રાખતી નથી. બીજીતરફ હૈદરાબાદમાં તેલંગણાના મુખ્યમંત્રી એ.રેવંત રેડ્ડી, કોંગ્રેસના તેલંગણના પ્રભારી દીપાદાસ મુંશી અને અન્ય નેતાઓની ઉપસ્થિતિમાં મેયર વિજયલક્ષ્મી કોંગ્રેસમાં જોડાયા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક