• શનિવાર, 11 મે, 2024

ફરી માલદીવ આવ્યું ચીની જાસૂસી જહાજ

બે મહિનામાં પરત આવતાં ભેદી હિલચાલની આશંકા

માલે, તા.ર7 : ચીનનું જાસૂસી જહાજ ફરી એકવાર માલદીવ આવ્યું છે. બે મહિનાના ટૂંકા ગાળામાં શા માટે આ જહાજ પરત આવ્યુ ? તે અંગે માલદીવ સરકાર તરફથી કોઈ પ્રકારની જાહેરાત કે સ્પષ્ટતા કરવામાં ન આવતાં ભારતની ચિંતા વધી છે.

ચીનનું 4પ00 ટનનું આધુનિક જાસૂસી જહાજ માલદીવની જળ સીમામાં ફરી એકવાર પ્રવેશ્યુ છે. બે મહિના બાદ ચીની જહાજ ફરી એકવાર વિવિધ ટાપુઓના કિનારાની સૈર બાદ માલદીવ પહોંચ્યુ છે. એક સપ્તાહ સુધી તે માલદીવ આસપાસ હતું. મીડિયા રિપોર્ટ અનુસાર ચીની જાસૂસી જહાજ જિયાંગ યાંગ હોંગ 03 ગુરુવારે સવારે થિલાફુશી ઔદ્યોગિક દ્વિપ સમૂહના બંદરે લાંગર્યુ હતું. ભારત અને અમેરિકા ચીનના આ જહાજ અંગે અગાઉ ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે.

માલદીવની ભારત વિરોધી મુઈજ્જૂ સરકારે ચીનનું જાસૂસી જહાજ ટૂંકા ગાળામાં ફરી માલદીવ શા માટે આવ્યું તેનું કોઈ કારણ જાહેર કર્યુ નથી. સરકારે તેને લાગરવાની મંજૂરી આપ્યાનું સ્વીકાર્યુ છે. માલદીવ તરફથી નિવેદનમાં જણાવાયુ કે જહાજ હવે વિશેષ આર્થિક ક્ષેત્ર (ઈઈઝેડ) ને પાર કર્યા બાદ પરત આવ્યું છે. આ જહાજ માલદીવના ક્ષેત્રમાં અથવા તેની આસપાસ ગત 3 જાન્યુઆરીથી સક્રિય છે. ફેબ્રુઆરીમાં માલદીવના વિદેશ મંત્રાલયે દાવો કર્યો છે કે ચીનનું આ જહાજ અહીં કોઈ રિસર્ચ કરવાનું નથી. તે કર્મચારીઓના રોટેશન અને જરૂરી રિસપ્લાય માટે અહીં આવ્યુ છે. આ વખતે એપ્રિલમાં તે ફરી શા માટે આવ્યું છે ? તે અંગે કોઈ ખુલાસો કરાયો નથી.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

રાજ્યમાં 25 આંગડિયા પેઢી પર CID ક્રાઈમના દરોડા : 15 કરોડની રોકડ : સોનું કબજે 200 કરોડના હવાલા પડયાની શક્યતા May 11, Sat, 2024