• મંગળવાર, 21 મે, 2024

સુરત બાદ હવે ઈન્દોરમાં કોંગ્રેસને ઝટકો

કોંગ્રેસ ઉમેદવારે અક્ષય બમે ઉમેદવારી પાછી ખેંચી કમળ પકડયું

નવી દિલ્હી, તા. 29 : ગુજરાતની જેમ મધ્યપ્રદેશમાં પણ કોંગ્રેસને એક ઝટકો લાગ્યો છે. ઈન્દોર લોકસભા બેઠક ઉપરથી પક્ષના ઉમેદવાર અક્ષય કાંતિ બમે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. તેમજ કોંગ્રેસનો સાથ છોડીને ભાજપમાં જોડાયા છે. ભાજપના વરિષ્ઠ નેતા અને મધ્ય પ્રદેશ સરકારમાં કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીયએ આ જાણકારી આપી હતી.

કૈલાશ વિજયવર્ગીયએ અક્ષય બમ સાથે સેલ્ફી શેર કરતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર લખ્યું હતું કે ઈન્દોરથી કોંગ્રેસના લોકસભા ઉમેદવાર અક્ષય કાંતિ બમનું માનનીય પીએમ મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, મુખ્યમંત્રી મોહન યાદવ અને પ્રદેશ અધ્યક્ષ વીડી શર્માના નેતૃત્વમાં ભાજપમાં સ્વાગત છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક