• બુધવાર, 22 મે, 2024

ચૂંટણી પહેલા જ કેજરીવાલની ધરપકડ શા માટે? : સુપ્રીમનો ઈડીને સવાલ

નવી દિલ્હી, તા.30 : ઈડીએ કરેલી પોતાની ધરપકડને પડકારતી દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી ઉપર સુનાવણી કરતાં આજે સુપ્રીમ કોર્ટે ધરપકડની કાર્યવાહીનાં સમય સામે સવાલ ઉઠાવ્યો હતો. સર્વોચ્ચ અદાલતે લોકસભા ચૂંટણી પહેલા જ કેજરીવાલની ધરપકડ મુદ્દે ઈડી પાસેથી જવાબ માગ્યો છે. ઈડીને શુક્રવાર સુધીમાં આ બારામાં પ્રત્યુત્તર આપવા નિર્દેશ આપવામાં આવ્યો છે.

જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની પીઠે સુનાવણી દરમિયાન એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી.રાજુને કહ્યું હતું કે, સ્વતંત્રતા બહુ મહત્ત્વપૂર્ણ છે અને તે વિશે ઈનકાર કરી શકાય નહીં. અંતિમ સવાલ ધરપકડના સમયનાં સંબંધમાં છે.

શા માટે બરાબર ચૂંટણી પહેલા જ ધરપકડની કાર્યવાહી કરવામાં આવી? પીઠે રાજુને અન્ય ઘણાં સવાલો પણ કર્યા હતાં અને તેનાં જવાબો આગામી તારીખે આપવા માટે કહેવામાં આવ્યું છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક