• મંગળવાર, 21 મે, 2024

કાશ્મીરમાં વરસાદનો કહેર : 4 મૃત્યુ 305 પરિવારનું સ્થળાંતર, અનેક રસ્તા બંધ

શ્રીનગર, તા.30 : જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ અને હિમસ્ખલનને કારણે બનેલા વિવિધ બનાવોમાં 4 લોકોના મૃત્યુ થયા છે અને પરિસ્થિતિ ગંભીર બનતાં 3પ0 પરિવારનું સ્થળાંતર કરવું પડયું છે. હવામાન વિભાગ અનુસાર વર્તમાન સેટેલાઈટ ઈમેજમાં કાશ્મીર ઉપર મોટાભાગના હિસ્સામાં વાદળો છવાયેલા છે. આ ઉપરાંત કેટલાક સ્થાને રાજમાર્ગો પણ બંધ થઈ ગયા છે.

કાશ્મીરના કેટલાક જિલ્લામાં ભારે હિમવર્ષા બાદ વરસાદનું જોર વધતાં નાના મોટા અને રાજમાર્ગ બંધ કરવા પડયા છે. છેલ્લા 4 દિવસથી કાશ્મીરમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે જેને પગલે પૂરની સ્થિતી સર્જાઈ છે. 4 નાગરિકના મૃત્યુ સાથે પ0 જેટલા પશુઓ પણ મર્યા છે. વરસાદમાં અનેક ઘરોને નુકસાન થયું છે. ઘાટીમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે અને કાશ્મીર યુનિવર્સિટીમાં મંગળવારે આયોજિત તમામ પરિક્ષાઓ સ્થગિત કરવામાં આવી છે. ભૂસ્ખલનની ઘટનાઓ વચ્ચે ડોડા, રિસાસી, કિસ્તવાડ અને રામબન તથા કુપવાડામાં છેલ્લા 4 દિવસથી સતત વરસાદ વચ્ચે 3પ0 પરિવારને સલામત સ્થળે ખસેડાયા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક