• મંગળવાર, 21 મે, 2024

રેવન્ના JDSમાંથી સસ્પેન્ડ

કર્ણાટક સેક્સ કાંડમાં જઈંઝએ શરૂ કરી તપાસ

બેંગ્લુરુ, તા.30 : લોકસભા ચૂંટણી દરમિયાન સામે આવેલા કર્ણાટકના સેક્સકાંડમાં પૂર્વ વડાપ્રધાન એચ ડી દેવગૌડાનો પરિવાર ઘેરાયો છે. કથિત સેક્સકાંડમાં દેવગૌડાના ધારાસભ્ય પુત્ર એડી રેવન્નાનો 33 વર્ષીય સાંસદ પુત્ર પ્રજ્વલ રેવન્ના આરોપી છે અને હાલ વિદેશ ફરાર થઈ ગયો છે. જેડીએસ પર ચારેબાજુથી માછલા ધોવાતા પાર્ટીએ પ્રજ્વલને તપાસ પૂરી ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરી નાખ્યો છે.

જેડીએસની કોર સમિતિની બેઠકમાં પ્રજ્વલ રેવન્નાના સસ્પેન્શનનો નિર્ણય લેવાયો હતો. બીજી તરફ રાજ્યની કોંગ્રેસ સરકારે ઘડેલી એસઆઇટીએ કથિત રપ00 જેટલી સેક્સ ક્લિપ અને પેન ડ્રાઇવ વગેરે અંગે તપાસ શરૂ કરી છે. પિતા એચડી રેવન્નાએ આરોપી પુત્રનો બચાવ કર્યો કે તેમના વિદેશ જવાનો કાર્યક્રમ પહેલેથી નિર્ધારિત હતો તેને ખબર ન હતી કે તેના વિરુદ્ધ એફઆઇઆર નોંધાવાની છે.

ઇ-પેપરના નવા શુલ્ક