• શનિવાર, 18 મે, 2024

રામ મંદિર માટે યુનોમાં પાકિસ્તાને ઝેર ઓક્યું : ભારતે બોલતી બંધ કરી યુનોમાં ભારતના પ્રતિનિધિ રુચિરા કંબોજે કહ્યું, પાકિસ્તાનનો જ ટ્રેક રેકોર્ડ સૌથી સંદિગ્ધ

શાંતિ માટેની મહાસભામાં વિનાશકારી અને હાનિકારક નિવેદનો આપ્યા

OIC બેઠકમાં પાક. ડેપ્યુટી પીએમએ કાશ્મીર મુદ્દે સમર્થન માગ્યું

નવી દિલ્હી, તા. 3 : સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તની દૂત મુનીર અકરમે શાંતિની સંસ્કૃતિ ઉપર મહાસભામાં પોતાના સંબોધન દરમિયાન કાશ્મીર, નાગરીકતા સંશોધન અધિનિયમ અને અયોધ્યામાં રામ મંદિર જેવી વાતોનો ઉલ્લેખ કરીને ભારત વિરુદ્ધ દુષ્પ્રચારનો પ્રયાસ કર્યો હતો. જો કે સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે આ મામલે એવી પ્રતિક્રિયા આપી હતી કે પાકિસ્તાનની બોલતી બંધ થઈ હતી. કંબોજે મહાસભામાં પાકિસ્તાની પ્રતિનિધિના નિવેદનને વિનાશકારી અને હાનિકારક ગણાવ્યું હતું. વધુમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે પાકિસ્તાનનો જ ટ્રેક રેકોર્ડ હંમેશા સૌથી સંદિગ્ધ રહ્યો છે.આ ઉપરાંત પાકિસ્તાની ડેપ્યુટી પીએમ અને વિદેશ મંત્રી મોહમ્મદ ઈશાક ડારે કાશ્મીરમાં ભારત ઉપર માનવાધિકાર ઉલ્લંઘનનો આરોપ મુક્યો હતો. આફ્રિકી દેશ ગામ્બિયામાં ઓઆઈસીના સંમેલની તૈયારીની બેઠક દરમિયન પાકિસ્તાની નાયબ પીએમએ ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું હતું અને કાશ્મીર મુદ્દે ઓઆઈસીનું સમર્થન માગ્યું હતું.

પાકિસ્તાની મુનીર અકરમે કાશ્મીર, સીએએ, અયોધ્યા રામ મંદિર વગેરે મુદ્દે લાંબી ટિપ્પણી કરી હતી.જેનો જવાબ આપતા ભારતના પ્રતિનિધી રુચિરા કંબોજે કહ્યું હતું કે, મહાસભામાં શાંતિની સંસ્કૃતિ વિકસિત કરવાની કોશિશ કરવાની હોય તો તેવા સમયે આપણું ધ્યાન રચનાત્મક વાર્તા ઉપર કેન્દ્રિત રહે છે. એટલે એક નિશ્ચિત પ્રતિનિધિ અમુક ટિપ્પણીને દરકિનાર કરવાનો વિકલ્પ પસંદ કર્યો છે. જે ટિપ્પણીમાં મર્યાદાનો અભાવ છે અને પોતાની વિનાશકારી અને હાનિકારક પ્રવૃત્તિના કારણે સામૂહિક પ્રયાસોમાં બાધક પણ છે.

રુચિરા કંબોજે કહ્યું હતું કે, આપણે એવા પ્રતિનિધિને સન્માન અને કુટનીતિના કેન્દ્રીય સિદ્ધાંતોના પાલન માટે પ્રોત્સાહિત કરશું કે જેણે હંમેશાં ચર્ચાઓનું માર્ગદર્શન કરવું જઈએ કે પવી એવા દેશ પાસે પાસે અપેક્ષા રાખવી જોઈએ જેનો તમામ મુદ્દા ઉપર ટ્રેક રેકોર્ડ સંદિગ્ધ રહ્યો છે. કંબોજે કહ્યું હતું કે આતંકવાદ શાંતિની સંસ્કૃતિ અને તમામ ધર્મની મુળ શિક્ષાનું વિરોધી છે જે કરુણા, સમજ અને સહઅસ્તિત્વનો તરફેણ કરે છે. આવી બાબત ઝઘડાના બીજ વાવે છે, શત્રુતા પેદા કરે છે અને સમન તેમજ સદભાવના મૂલ્યોને કમજોર કરે છે.સભ્ય દેશો દુનિયાને એકજૂથ પરિવારના રૂપમાં જોવા માગે છે તો તેના માટે મળીને સક્રિય રીતે કામ કરવું પડશે. કંબોજે આળગ કહ્યું હતું કે, ભારત માત્ર હિંદુ ધર્મનું જ નહીં પણ બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ અને શિખ ધર્મનું જન્મ સ્થાન છે. ઈસ્લામ, યહુદી, ઈસાઈ અને પારસી ધર્મનો પણ ગઢ છે. ધર્મના નામે ઉત્પીડનનો શિકાર બનેલા લોકો માટે ઐતિહાસિક રીતે શરણસ્થળ રહ્યું છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક