• શનિવાર, 18 મે, 2024

સરકાર 40,000 કરોડના સોવરેન બોન્ડ બાયબેક કરશે

અચાનક કર્યું મોટું એલાન : બેંકિંગ સિસ્ટમમાં લિક્વિડિટી સરળ બનવાની સંભાવના

નવી દિલ્હી, તા. 4 : કેન્દ્ર સરકારે એક ચોંકાવનારો નિર્ણય કરતા 40,000 કરોડ રૂપિયાના સિક્યોરિટિઝ બોન્ડને બાયબેક કરવાનું એલાન કર્યું છે. કહેવાય છે કે બેન્કિંગ સિસ્ટમમાં લિક્વિટીડીની સ્થિતિ સરળ બનાવવા કેન્દ્ર સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. કેન્દ્રીય બેંકે કહ્યું છે કે, બાયબેક માટે પ્રસ્તાવિત બોન્ડ 6.18  ટકા જીએસ 2024, 9.15 જીએસ 2024, 6.89 જીએસ 2025 છે. જે ક્રમશ: ચાર નવેમ્બર, 14 નવેમ્બર અને 16 જાન્યુઆરીના મેચ્યોર થઈ રહ્યા છે.  રિઝર્વ બેંક મુજબ સિક્યોરિટિઝ માટે નિલામી પ્રક્રિયા મલ્ટીપલ પ્રાઈસ મેથડ મારફતે આયોજીત કરવામાં આવશે.

નિલામી માટે પ્રસ્તાવ 9 મે 2024ના સવારે 10.30થી 11.30 વચ્ચે ભારતીય રિઝર્વ બેંક કોર બેંકિંગ સોલ્યુશન (ઈ-કુબેર) સિસ્ટમ ઉપર ઈલેકટ્રોનિક રૂપમાં ઉપલબ્ધ હશે. નિલામીનું પરિણામ પણ 9મીએ જાહેર કરી દેવામાં આવશે અને સેટલ 10 મેના રોજ થશે. આ સાથે કેન્દ્ર સરકારે પોતાના બોન્ડની વાસ્તવિક મેચ્યોરિટીની તારીખ પહેલા બાકી ઋણનો એક હિસ્સો ચુકવવાનો વિકલ્પ પસંદ કર્યો છે. બાયબેકથી બેંકિંગ સિસ્ટમમાં લિક્વિડિટી જારી થાય છે. બીજી મેના રોજ લિક્વિડિટીમાં અંદાજીત 78481 કરોડ રૂપિયાની કમી હતી.

સીએસબી બેંકમા ટ્રેઝરીના સમુહ પ્રમુખ આલોક સિંહના કહેવા પ્રમાણે  રોકડની તંગી છે અને નવી સરકારના કારભાર સંભાળતા પહેલા સરકારી ખર્ચમાં વધારો થવાની સંભાવના નથી. તેવામં ઓછા ગાળામાં જનરેટ ઓછું કરવામાં મદદ મળી રહેશે. કેન્દ્રીય રિઝર્વ બેંકે મે મહિનામાં સરકારને ડિવિડન્ડની ચૂકવણી પણ કરાવી છે. જેનાથી સરકારની રોકડની સ્થિતિમાં વધુ સુધારો થવાની પુરી શક્યતા છે.  જાણકારોના માનવા પ્રમાણે કરજ ચુકવવા માટે આવો નિર્ણય લેવામાં આવે છે. જે રીતે સોવરેન બોન્ડની પસંદગી કરવામાં આવી છે તે  બતાવે છે કે આ પુરો મામલો લિક્વિડિટી રિડિસ્ટ્રીબ્યુશનનો છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક