• શનિવાર, 18 મે, 2024

ગોધરા કાંડના આરોપીઓને બચાવવા લાલુએ પ્રયાસ કર્યો હતો : મોદી

કોંગ્રેસની સરકાર ડરપોક, આજે પાકિસ્તાન રડે છે... બિહાર, ઝારખંડમાં જનસભા ગજવતા વડાપ્રધાન 

દરભંગા/રાંચી, તા.4 : બિહારના દરભંગામાં જનસભા સંબોધતા વડાપ્રધાન મોદીએ આરજેડી સુપ્રીમો લાલુ યાદવ પર નિશાનો સાધતાં આરોપ લગાવ્યો કે લાલૂ યાદવે ગોધરા કાંડના આરોપીઓને બચાવવાનો પ્રયાસ કર્યો હતો જ્યારે ગોધરામાં કાર સેવકોને સળગાવવામાં આવી રહ્યા હતા ત્યારે દોષિતોને બચાવવા આ ઇન્ડિ ગઠબંધનના લોકોએ જ સમિતિ બનાવી હતી. કોંગ્રેસની સત્તા દરમિયાન 60થી વધુ કાર સેવકોની ભીષણ હત્યા માટે જવાબદાર લોકોને બચાવવા પ્રયાસ કરાયો હતો.

ઝારખંડમાં ચૂંટણી પ્રચાર વખતે વડાપ્રધાન મોદીએ કોંગ્રેસને આડે હાથ લેતાં કહ્યંy કે આતંકી હુમલા બાદ કોંગ્રેસની ડરપોક સરકાર દુનિયાભરમાં રડતી હતી અને આજે પાકિસ્તાન રડી રહ્યંy છે. રાજ્યના પલામૂ અને લોહરદગામાં વડાપ્રધાન મોદીએ ચૂંટણી સંભા સંબોધી હતી દરમિયાન તેમણે કહ્યંy કે એવું લાગે છે કે તમે જેએમએમ અને કોંગ્રેસને દિવસે જ તારા બતાવી દીધા છે. તમે સૌ તમારા એક વોટનું મહત્ત્વ ખૂબ સારી રીતે જાણો છો. ર014માં તમારા એક વોટ એ એવું કામ કર્યું હતું કે, સમગ્ર દુનિયા ભારતનાં લોકતંત્રની તાકાતને સલામ કરવા લાગી હતી. કોંગ્રેસનો ઉલ્લેખ કરતાં કહ્યંy કે કોંગ્રેસના સમયમાં અહીં બોમ્બ ફૂટતા હતા અને દિલ્હીની સરકાર પાકિસ્તાનને લવ લેટર મોકલતી હતી. અમનની આસ લગાવતી હતી. જેટલા લેટર પાકિસ્તાન જતા હતા ત્યાંથી તે એટલા આતંકી મોકલતા હતા અને દેશમાં લોહીની હોળી થતી હતી. તમારા વોટે મારામાં એટલો દમ ભરી દીધો કે મેં આવતા જ કહી દીધું કે, આ ખેલ હવે નહીં ચાલે. નવું ભારત ઘરમાં ઘૂસીને મારે છે. સર્જિકલ સ્ટ્રાઇકના તમાચાએ પાકિસ્તાનને હલબલાવી નાખ્યું. મજબૂત ભારત મજબૂત સરકાર ઈચ્છે છે.

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક