• શનિવાર, 18 મે, 2024

દિલ્હી કોંગ્રેસના પૂર્વ પ્રમુખ લવલી ના... ના.. કરતા ભાજપમાં જોડાયા

કોંગ્રેસમાંથી રાજીનામું આપી ઘરે બેસી ગયા પરંતુ...

નવી દિલ્હી, તા.4 : દિલ્હી કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અરવિંદરસિંહ લવલી ના... ના... કરતાં અંતે ભાજપમાં જોડાઈ ગયા છે. કોંગ્રેસ નેતૃત્વ સામે ભડાશ કાઢી તાજેતરમાં રાજીનામું આપનાર લવલી ભાજપમાં જોડાઈ રહ્યાની અટકળો ચાલી રહી હતી. દરમિયાન તેઓ ઈનકાર કરતા હતા પરંતુ શનિવારે તમામ અટકળોને વિરામ મળ્યો જ્યારે તેઓએ એક સમારોહમાં ભાજપનો ખેલ ધારણ કરી લીધો હતો.

લવલી સાથે કોંગ્રેસના અનેક નેતા અને કાર્યકરોએ પણ સામૂહિક રીતે ભાજપમાં પ્રવેશ કર્યો હતો.કેન્દ્રિય મંત્રી હરદીપસિંહ પુરી, દિલ્હી ભાજપ પ્રમુખ વીરેન્દ્ર સચદેવા, પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેની હાજરીમાં લવલીને ભાજપનો ખેસ અને બૂકેથી આવકારવામાં આવ્યા હતા. ભાજપમાં જોડાયા બાદ નિવેદનમાં લવલીએ કહ્યંy કે મારા સમર્થકોએ કહ્યંy કે તમારે ઘરે બેસવાની જરૂર નથી, મેં રાજીનામાં બાદ ઘરે બેસવા નિર્ણય લીધો હતો પરંતુ મને દિલ્હી અને દેશ માટે લડવા કહેવાયું છે.

ઇ-પેપરના નવા શુલ્ક