• રવિવાર, 19 મે, 2024

ભારતમાં લૂ ની તીવ્રતા વધી, ચૂંટણી પર અસર

આ વર્ષે 15 રાજ્યમાં ગરમી - હીટવેવના દિવસો વધુ : હવામાન વિભાગ

નવી દિલ્હી, તા.પ : ગ્લોબલ વોર્મિંગથી ભારતમાં લૂનો ખતરો વધ્યો હોવાનું તથા કાળઝાળ ગરમીની લોકસભા ચૂંટણી પર પણ અસર થવાનું એક રિપોર્ટમાં જણાવાયું છે. મે મહિનાની શરૂઆત સાથે દેશના અનેક ભાગમાં સખત ગરમી-લૂની અસર જોવા મળી રહી છે. લોકસભા ચૂંટણીમાં હજુ પાંચ તબક્કા બાકી છે.

ભારતીય હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ ડો. એમ મોહાપાત્રાએ કહ્યંy કે, ગ્લોબલ વોર્મિંગને કારણે હીટ વેવ-લૂની તીવ્રતા દેશમાં વધી રહી છે. આ વર્ષે દેશના 1પ રાજ્યમાં લૂના દિવસે સરેરાશથી વધુ રહેવાનું પૂર્વાનુમાન છે. આ એ રાજ્યો છે જ્યાં લોકસભા ચૂંટણીના પાંચ તબક્કાનું મતદાન બાકી છે જે 7 મેથી 1 જૂન વચ્ચે યોજાનાર છે.

મોહાપાત્રાએ વધુમાં કહ્યંy કે, હવામાન વિભાગ સિઝનલ લેવલે આગાહી જારી કરે છે અને ક્લાયમેટ ફોરકાસ્ટિંગનો ઉપયોગ કરતાં મે માસમાં તાપમાન કેવું રહેશે ? તેનું અનુમાન લગાવ્યું છે. સમુદ્રમાં, જમીનમાં અને વાતાવરણમાં ઓબ્ઝર્વેશન લેવામાં આવે છે અને તેને એકઠું કર્યા બાદ હાઇ પર્ફોમન્સ કોમ્પ્યુટેશન દ્વારા જાણવા મળે છે કે આ મહિને તાપમાન કેવું રહેશે ? ગુજરાત, રાજસ્થાન, પશ્ચિમ મધ્યપ્રદેશ વગેરે ક્ષેત્રોમાં મે માસમાં 8થી 11 દિવસ હીટવેવ જોવા મળી શકે છે. મધ્યપ્રદેશનો બાકીનો ભાગ, ઝારખંડ, બિહાર, દિલ્હી અને પંજાબમાં 3-4 દિવસને બદલે પ-7 દિવસ હીટવેવ રહી શકે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક