• રવિવાર, 19 મે, 2024

ઉત્તરાખંડ જંગલની આગ વધુ વિકરાળ : મૃત્યુઆંક 4

એક વન્યકર્મી બેભાન, રહેણાક-શાળાઓ સુધી પહોંચ્યો ખતરો

દેહરાદૂન, તા.પ : ઉત્તરાખંડનાં કુમાઉં જંગલમાં લાગેલી આગ વધુ વિકરાળ બની છે. એક મહિલા શ્રમિકનાં મૃત્યુ સાથે મૃત્યુઆંક 4 થયો છે. રહેણાક વિસ્તારો અને શૈક્ષણિક સંકુલો સુધી તે પ્રસરી છે. આગથી સળગેલાં વૃક્ષો વાહનો માટે જોખમી બન્યાં છે. બાગેશ્વર, કાંડા અને કપકોટ, લોહાઘાટનાં ઝૂમાધુરી, ભવલ્ટા, બરદાખાનમાં ભીષણ આગ ભભૂકી રહી છે.

ટનકપુર - ચંપાવતના બૂમ વન રેન્જમાં શુક્રવારે લાગેલી આગ બૂઝાવવાના પ્રયાસ દરમિયાન એક વન કર્મી બેભાન થયો હતો. જંગલોમાં લાગેલી આગની વિવિધ ઘટનાઓમાં અત્યાર સુધીમાં 4નાં મૃત્યુ થયાં છે. શુક્રવારે જંગલોની આગમાં દાઝી ગયેલી પૂજા નામની એક શ્રમિક મહિલાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આગ ફેલાઈ રહી છે અને અલ્મોડા-કવારબ હાઇ વે સુધી પહોંચી જતાં વાહન વ્યવહાર રોકી દેવો પડયો હતો. રાજ્ય સરકાર તરફથી ખેડૂતોને ઘઉંનો પાક લીધા બાદ વધેલા ખેત કચરો (પરાળી) સળગાવવા સામે સખત ચેતવણી આપવામાં આવી કે જો ખેતરમાં કચરો સળગાવવામાં આવ્યો તો ખેતરના માલિક પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક