• રવિવાર, 19 મે, 2024

150 બેઠક પણ નહીં મળે : રાહુલ

રાહુલે કહ્યું : કોંગ્રેસ 50 ટકા અનામતની સીમા ખતમ કરશે

અલીરાજપુર, તા. 6 : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના જોબતમાં સભામાં સંબોધન કરતા કહ્યું, આ ચૂંટણી બંધારણને બચાવવાની ચૂંટણી છે. ભાજપ અને આરએસએસ બંધારણને ખતમ નાખવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેથી જ તેમણે 400 પાર કરવાનો નારો આપ્યો છે. 400 બેઠક તો શું, તેમને 150 પણ નહીં મળે.

જોબતની બેઠકમાં વિપક્ષના નેતા ઉમંગ સિંઘારે કહ્યું, પીએમ આવતીકાલે આવવાના છે. તેમને પૂછો કે 2 કરોડ બેરોજગાર યુવાનોને ક્યારે નોકરી મળશે. કોંગ્રેસના કાંતિલાલ ભૂરિયા ભાજપની અનિતા ચૌહાણ સામે ચૂંટણી લડી રહ્યા છે.  જોબત બાદ રાહુલ ખરગોન લોકસભા મતવિસ્તારના સેગાંવમાં જનસભા કરશે. આ લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીની મધ્યપ્રદેશની આ ત્રીજી મુલાકાત છે. આ પહેલાં તેમણે 8મી એપ્રિલે શહડોલમાં અને 30મી એપ્રિલે ભિંડમાં સભાઓ કરી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

અંધશ્રદ્ધાનું નિશાન બનતું કૂમળુ ફૂલ : માસૂમ બાળકીને ભૂવાએ અગરબત્તીના ડામ દીધા રાજકોટ હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા બાદ સમગ્ર ઘટના બહાર આવી May 19, Sun, 2024