• રવિવાર, 19 મે, 2024

એક રૂપિયો મોકલીશ તો પણ ખાવા દઈશ નહી : રાંચીની કરોડોની રોકડ જપ્તી મુદ્દે પીએમ મોદીના પ્રહાર

- લોકોને કહ્યું, ઘરે જઈને ટીવી જોજો : ઈટાવામાં કહ્યું, રાજા રામમોહન રાયે સતી પ્રથા ખતમ કરી તેવી રીતે પોતે વંશવાદ ખતમ કર્યો

 

નવી દિલ્હી, તા. 6 : ઝારખંડના મંત્રી આલમગીર આલમના પીએસના નોકરના ઘરે કરોડોની રોકડ મળી આવતા રાજનીતિ શરૂ થઈ છે. પીએમ મોદીએ પણ આ મુદ્દે પ્રહારો કર્યા છે. ઓરિસ્સાના નબરંગપુરમાં એક રેલી દરમિયાન તેમણે કહ્યું હતું કે પોતે એક રૂપિયો પણ મોકલશે તો કોઈને ખાવા દેશે નહી. જે ખાશે તે જેલમાં જઈને રહેશે. જેલની રોટલી ચાવશે. પીએમએ લોકોને કહ્યું હતું કે ઘરે જઈને ટીવી જોઈ લેજો, પાડોસમાં (ઝારખંડમાં) નોટોનો પહાડ મળી આવ્યો છે.બીજી તરફ ઈટાવામાં સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે જેમ રાજા રામમોહન રાયે સતી પ્રથા બંધ કરી તેવી જ રીતે પોતે વંશવાદને સમાપ્ત કર્યો છે.  પીએમએ કહ્યું હતું કે મોદી માલ પકડી રહ્યો છે.  આવા લોકોની કમાણી બંધ થઈ જતા તે મોદીને ગાળો આપી રહ્યા છે. તેઓએ લોકોને સવાલ કર્યો હતો કે આવા લોકો સામે કાર્યવાહી કરવી જોઈએ કે નહી ? લોકોના હકના રૂપિયા બચાવવા જોઈએ કે નહી ? મોદીએ કહ્યું હતું કે, 40 વર્ષ પહેલા એક પીએમ ઓરિસ્સા આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે પોતે દિલ્હીથી એક રૂપિયો મોકલે તો ગરીબો સુધી માત્ર 15 પૈસા જ પહોંચે છે. એટલે કે 100માથી 15 પૈસા, 85 પૈસા કોંગ્રેસના પંજાએ લુંટી લીધા છે. મોદીએ કહ્યું હતું કે નબરંગપુરથી છત્તીસગઢ 50-60 કિમીની દુરીએ છે. છત્તીસગઢમાં ભાજપ સરકાર 3100 રૂપિયા પ્રતિક્વિંટલ ધાન ખરીદે છે. જ્યારે ઓરિસ્સામાં 2100 રૂપિયામાં ધાન ખરીદવામાં આવે છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

અંધશ્રદ્ધાનું નિશાન બનતું કૂમળુ ફૂલ : માસૂમ બાળકીને ભૂવાએ અગરબત્તીના ડામ દીધા રાજકોટ હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા બાદ સમગ્ર ઘટના બહાર આવી May 19, Sun, 2024