• સોમવાર, 20 મે, 2024

દેશ ‘વોટ જેહાદ’થી ચાલશે કે રામ રાજ્યથી ?

એમપીમાં વડાપ્રધાન મોદીની જનસભા : અનામત મુદ્દે ઇન્ડિ-કોંગ્રેસની ઝાટકણી

ખરગોન/ધાર (મધ્યપ્રદેશ), તા.7 : વડાપ્રધાન મોદી મંગળવારે મધ્યપ્રદેશની મુલાકાતે હતા જ્યાં ખરગોન અને ધારમાં ચૂંટણી સભા સંબોધતા તેમણે ઇન્ડિ ગઠબંધન અને કોંગ્રેસ પર નિશાનો સાધતાં કહ્યંy કે જનતાએ નક્કી કરવું પડશે કે દેશ ‘વોટ જેહાદ’થી ચાલશે કે રામ રાજ્યથી ? અનામત મુદ્દે લાલુ યાદવનાં નિવેદનને ટાંકી તેમણે વિપક્ષની ઝાટકણી કાઢી હતી.

આરજેડી નેતા લાલુ યાદવે મુસ્લિમોને અનામતનો મામલો ઉછાળ્યા બાદ જનસભામાં વડાપ્રધાન મોદીએ કહ્યંy કે તેમના (ઇન્ડિ ગઠબંધન)ના એક નેતા છે જે ચારો ખાવાને કારણે જેલમાં ગયા, પશુઓનો ચારો ખાઈ ગયા, કોર્ટે તેમને સજા આપી છે. સુપ્રીમ કોર્ટે માન્યું છે કે તેમણે ભ્રષ્ટાચાર કર્યો છે. તેમની બેશરમી જુઓ, હાલ જામીન પર છે, જેલમાં કેદ હતા. કેદી છે અને ગુનેગાર છે. તમારાં ગામમાંથી કોઈ જેલમાંથી આવે તો લોકો તેમનાથી દૂર રહે છે. આ કોંગ્રેસવાળા એટલા નીચે આવી ગયા છે કે તેમને માથા ઉપર બેસાડીને રાખ્યા છે. કોંગ્રેસની મંશા ખતરનાક છે તેમણે કાલે જ કહ્યંy, હાથ ઠોકીને કહ્યંy કે મુસ્લિમોને અનામત મળવું જોઈએ. અનામત જ નહીં પૂરું અનામત મળવું જોઈએ એવું કહ્યું. જેનો અર્થ શું થયો ? એટલે કે એસસી-એસટી-ઓબીસીનું અનામત આંચકી લઈને આ લોકો પૂરું અનામત મુસલમાનોને આપવા માગે છે.

આ લોકો આવું શા માટે કરવા ઈચ્છે છે ? કારણ કે એ જ વોટબેન્ક છે, તેના સહારે જ તો તેઓ પોતાના શ્વાસ ગણી રહ્યા છે. બાકી બધુ તો ખતમ થઈ ચૂક્યું છે. તેમનું કાવતરું વધુ ઉંડું છે. હવે તો તેઓ ડંકાની ચોટ પર કહી રહ્યા છે કે પૂરું અનામત મુસ્લિમોને આપવા ઈચ્છે છે. તેઓને જનતાની ચિંતા નથી પોતાના પરિવારને બચાવવા ચૂંટણી લડી રહ્યા છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

અંધશ્રદ્ધાનું નિશાન બનતું કૂમળુ ફૂલ : માસૂમ બાળકીને ભૂવાએ અગરબત્તીના ડામ દીધા રાજકોટ હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા બાદ સમગ્ર ઘટના બહાર આવી May 19, Sun, 2024