• સોમવાર, 20 મે, 2024

કેજરીવાલના જામીન પર સુપ્રીમનો ફેંસલો અનામત

ચૂંટણી વચ્ચે કોર્ટે ગણાવી અસાધારણ સ્થિતી, વચગાળાના જામીન મળ્યા તો પણ...

નવી દિલ્હી, તા.7 : તિહાડ જેલમાં બંધ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટે ફેંસલો અનામત રાખ્યો છે. સમયની ખેંચને પગલે મંગળવારે નિર્ણય જાહેર કર્યા વિના જ ખંડપીઠ ઉભી થઈ ગઈ હતી.

જામીન અરજી મામલે કોર્ટમાં સુનાવણી પુર્ણ થઈ છે અને કોર્ટ આદેશ આપશે તેવી અટકળો હતી પરંતુ તે સંભવ બન્યુ ન હતું. કોર્ટે કહ્યું કે આ એક અસાધારણ સ્થિતિ છે. એવું નથી કે તેઓ આદતી અપરાધી છે. ચૂંટણી પાંચ વર્ષમાં એકવાર થાય છે. આ પાકની લણણી જેવું નથી જે દર 4-6 મહિને થશે. ન્યાયમુર્તિ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની ખંડપીઠે કહ્યું કે જો કેજરીવાલને વચગાળાના જામીન પર છોડવામાં આવે તો તેમને સત્તાવાર કર્તવ્યોનું પાલન કરવાની મંજૂરી નહીં આપવામાં આવે કારણ કે તેની વ્યાપક અસર હોઈ શકે.

લોકસભા ચૂંટણીના પ્રચાર માટે કેજરીવાલે વચગાળાના જામીન માગ્યા હતા. જેના પર કોર્ટનો કોઈ આદેશ આવ્યો નથી. સુપ્રીમ હવે આ મામલે 9 મે ના રોજ આગળની સુનાવણી કરી શકે છે. દિલ્હીના કથિત દારૂનીતિ કૌભાંડમાં કેજરીવાલે પોતાની ધરપકડને પડકારી છે. આ પહેલા કોર્ટે કહ્યું હતું કે તે અંતિમ આદેશ પહેલા વચગાળાનો આદેશ જારી કરી શકે છે. અમે એ વાત પર જઈ રહ્યા નથી કે તે વ્યક્તિ રાજનીતિક છે કે નહીં. અમે એ જોઈ રહયા છીએ કે કેસ યોગ્ય છે કે નહીં ?

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

અંધશ્રદ્ધાનું નિશાન બનતું કૂમળુ ફૂલ : માસૂમ બાળકીને ભૂવાએ અગરબત્તીના ડામ દીધા રાજકોટ હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા બાદ સમગ્ર ઘટના બહાર આવી May 19, Sun, 2024