• સોમવાર, 20 મે, 2024

ઉત્તરાખંડ : જંગલની આગ ઉપર વરસાદી હેત, જીવ સૃષ્ટિને રાહત

વરસાદને કારણે આગની ઘટનાઓમાં 64 ટકાનો ઘટાડો

દેહરાદૂન, તા.8 : ઉત્તરાખંડના જંગલોમાં લાંબા સમયથી લાગેલી આગ દિવસેને દિવસે પ્રસરી રહી છે. આગ બૂઝાવવાના અનેક પ્રયાસ છતાં સફળતાં મળી રહી નથી ત્યારે અબોલ જીવ પશુ-પક્ષીઓ માટે રાહત સમાન વરસાદી હેત વરસી ગયું છે. જેની આશા ન હતી તેવું રાજયમાં બન્યુ અને વરસાદને કારણે અનેક વિસ્તારમાં આગળ વધતી આગ બૂઝાઈ ગઈ હતી.

ઉત્તરાખંડમાં વરસાદને કારણે છેલ્લા ર4 કલાકમાં આગની ઘટનાઓમાં 64 ટકાનો ઘટાડો નોંધાયો છે. પહાડોમાં વસવાટ કરતાં લોકો માટે અચાનક વરસી ગયેલા વરસાદે મોટી રાહત આપી છે. ઉત્તરાખંડના હવામાન વિભાગ અનુસાર 6 મેના રોજ જંગલમાં આગની 1રપ ઘટના સામે આવી હતી જે 7 મેના રોજ ઘટીને 46 રહી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

અમદાવાદમાં મદરેસામાં સરવે માટે ગયેલા આચાર્ય પર હુમલો કરનારા બેની ધરપકડ ક્રાઇમ બ્રાન્ચનું દરિયાપુરની સૈયદ સુલતાના મસ્જિદમાં સર્ચ ઓપરેશન May 20, Mon, 2024