• સોમવાર, 20 મે, 2024

ઇન્ટરનેટ સ્પીડ મામલે ભારતની લાંબી છલાંગ : 16મા ક્રમે પહોંચ્યું

પાડોશી દેશ પાકિસ્તાન 127મા ક્રમે : ચીનથી હવે ભારત થોડું જ દૂર

નવી દિલ્હી, તા. 8 : આજથી 10 વર્ષ પહેલા જ્યારે મોબાઇલ ઇન્ટરનેટની વાત થતી હતી ત્યારે ભારત અને પાકિસ્તાન બન્ને સમાન ક્રમાંકે રહેતા હતા. આ ઉપરાંત બન્ને દેશ ટોચના 100 દેશની યાદીમાંથી બહાર રહેતા હતા. જો કે 10 વર્ષમાં ભારતે મોબાઇલ અને બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સ્પીડ મામલે મોટી છલાંગ ભરી છે અને ટોચના 20 દેશમાં સામેલ થયું છે. હવે ભારત, ચીનથી અમુક સ્થાન જ દૂર છે જ્યારે પાકિસ્તાન હજી પણ ટોચના 100 દેશમાંથી બહાર છે.   ઓકલાની ગ્લોબલ ઇન્ટરનેટ સ્પીડ રેન્કિંગની વાત કરવામાં આવે તો માર્ચ 2024માં ભારત મોબાઇલ ઇન્ટરનેટ સ્પીડ રેન્કિંગમાં 16મા સ્થાને પહોંચી ગયું છે. ભારતે ફેબ્રુઆરી 2024ના મુકાબલે માર્ચ 2024માં એક સ્થાન ઉપર મેળવ્યું છે. ચીન ભારતથી થોડા અંતર દૂર સાતમા ક્રમાંકે છે. જો કે ચીને મોબાઇલ ઇન્ટરનેટ રેન્કિંગમાં ગયા મહિને એક સ્થાનનું નુકસાન કર્યું છે. પાડોશી દેશ પાકિસ્તાનની વાત કરવામાં આવે તો પાકિસ્તાન વધુ પાંચ અંક ખસકીને 127મા ક્રમે પહોંચ્યું છે. પાકિસ્તાનની સરેરાશ મોબાઇલ ઇન્ટરનેટ સ્પીડ 18.18 એમબીપીએસ છે જ્યારે ભારતની મોબાઇલ ઇન્ટરનેટ સ્પીડ 105.85 એમબીપીએસની છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

અમદાવાદમાં મદરેસામાં સરવે માટે ગયેલા આચાર્ય પર હુમલો કરનારા બેની ધરપકડ ક્રાઇમ બ્રાન્ચનું દરિયાપુરની સૈયદ સુલતાના મસ્જિદમાં સર્ચ ઓપરેશન May 20, Mon, 2024