મુંબઈ,
તા.28: બીસીસીઆઇએ ટી. દિલીપને ફરી એકવાર ટીમ ઇન્ડિયાના ફિલ્ડીંગ કોચ પદે નિયુક્તિ કરી
છે. તેનો કાર્યકાળ એક વર્ષનો રહેશે. દિલીપને એપ્રિલ મહિનામાં બેટિંગ કોચ અભિષેક શર્મા
સાથે કોચિંગ સ્ટાફમાંથી હટાવી દેવામાં આવ્યો હતો. હવે આચનક જ બીસીસીઆઇએ યૂ-ટર્ન લીધો
છે અને ફરી ટી. દિલીપ પર ફિલ્ડીંગ કોચ તરીકે પસંદગી કરશે. હેડ કોચ ગૌતમ ગંભીરની આગેવાનીમાં
દિલીપ ટીમ ઇન્ડિયા સાથે ઇંગ્લેન્ડ પ્રવાસે જશે. 202પમાં ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી
જીતી ત્યારે ટી. દિલીપ ફિલ્ડીંગ કોચ હતો. તેણે 2023 વન ડે વર્લ્ડ કપ દરમિયાન ભારતીય
ટીમના ડ્રેસિંગ રૂમમાં ફિલ્ડર ઓફ ધ મેચ મેડલની શરૂઆત કરી હતી. હાલ ભારતીય ટીમના કોચિંગ
સ્ટાફમાં હેડ કોચ તરીકે ગૌતમ ગંભીર, બેટિંગ કોચ તરીકે સિતાંશુ કોટક, બોલિંગ કોચ તરીકે
મોર્ને મોર્કલ અને સહાયક કોચ તરીકે રેયાન ટેન ડોશેટ છે. હવે તેમાં ફિલ્ડીંગ કોચ તરીકે
ટી. દિલીપનો ઉમેરો થયો છે.
-------------------
સીઝનના
તમામ અવે મેચ જીતનારી RCB
પહેલી ટીમ
નવી
દિલ્હી તા.28: આઇપીએલ ઇતિહાસમાં સીઝનના તમામ
અવે મેચ (હોમ ગ્રાઉન્ડ બહાર) જીતનારી રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ પહેલી ટીમ બની
છે. આરસીબીનો ગઇકાલે લખઉન સામે વિજય થયો હતો. આ મેચ લખનઉના ઇકાના સ્ટેડિયમ પર રમાયો
હતો. જે લખનઉ ટીમનું હોમ ગ્રાઉન્ડ છે. આ સાથે જ આરસીબીએ વર્તમાન સીઝનમાં સતત 7 અવે
મેચ જીતી લીધા હતા. કેકેઆર અને એમઆઇ ટીમ 2012 સીઝનમાં 7-7 અવે મેચ જીતી હતી. ત્યારે
દરેક ટીમ 8-8 અવે મેચ રમતી હતી.
લખનઉના
કપ્તાન ઋષભ પંતને 30 લાખનો દંડ
પૂરી
સીઝનમાં 40 ઓવર સારૂં ક્રિકેટર રમ્યા નહીં : પંતનો સ્વીકાર
લખનઉ,
તા.28: લખનઉ સુપર જાયન્ટસના કપ્તાન ઋષભ પંત પર આરસીબી સામેના મેચ દરમિયાન તેની ટીમની
ધીમી ગતિથી બોલિંગ કરવા માટે 30 લાખ રૂપિયાનો મોટો દંડ થયો છે. વર્તમાન આઇપીએલ સીઝનમાં
લખનઉ ટીમનો આ ત્રીજો અપરાધ હતો. આથી તેના કપ્તાન પંત પર 30 લાખનો દંડ ફટકારવામાં આવ્યો
છે જ્યારે બાકીના ખેલાડીઓ પર 12-12 લાખનો દંડ
થયો
છે.
આ મેચમાં
લખનઉની આરસીબી સામે હાર થઇ હતી. પહેલાથી પ્લેઓફની બહાર થઇ ચૂકેલ લખનઉ ટીમના સુકાની
પંતે મેચ પછી સ્વીકાર્યું કે અમે પૂરી સીઝનમાં 40 ઓવર સુધી સારું ક્રિકેટ રમી શકયા
નહીં. 20 ઓવરમાં આપ મેચ જીતી શકો નહીં. આ માટે 40 ઓવર સુધી સારૂ રમવું પડે છે. એલએસજીએ
14 મેચમાં 6 જીત સાથે પોઇન્ટ ટેબલ પર સાતમા ક્રમે રહી તેનું અભિયાન સમાપ્ત કર્યું હતું.
સીઝનના અંતિમ મેચમાં પંતે ફોર્મમાં વાપસી કરી હતી અને 8 છક્કાથી 118 રનની અણનમ ઈનિંગ
રમી હતી. જો કે બોલરોના નબળા દેખાવને લીધે અંતમાં આરસીબી સામે હાર સહન કરવી પડી હતી.