• શનિવાર, 31 મે, 2025

લખનઉના કપ્તાન ઋષભ પંતને 30 લાખનો દંડ

પૂરી સીઝનમાં 40 ઓવર સારૂં ક્રિકેટર રમ્યા નહીં : પંતનો સ્વીકાર

લખનઉ, તા.28: લખનઉ સુપર જાયન્ટસના કપ્તાન ઋષભ પંત પર આરસીબી સામેના મેચ દરમિયાન તેની ટીમની ધીમી ગતિથી બોલિંગ કરવા માટે 30 લાખ રૂપિયાનો મોટો દંડ થયો છે. વર્તમાન આઇપીએલ સીઝનમાં લખનઉ ટીમનો આ ત્રીજો અપરાધ હતો. આથી તેના કપ્તાન પંત પર 30 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે જ્યારે બાકીના ખેલાડીઓ પર 12-12 લાખનો દંડ

થયો છે.

આ મેચમાં લખનઉની આરસીબી સામે હાર થઇ હતી. પહેલાથી પ્લેઓફની બહાર થઇ ચૂકેલ લખનઉ ટીમના સુકાની પંતે મેચ પછી સ્વીકાર્યું કે અમે પૂરી સીઝનમાં 40 ઓવર સુધી સારું ક્રિકેટ રમી શકયા નહીં. 20 ઓવરમાં આપ મેચ જીતી શકો નહીં. આ માટે 40 ઓવર સુધી સારૂ રમવું પડે છે. એલએસજીએ 14 મેચમાં 6 જીત સાથે પોઇન્ટ ટેબલ પર સાતમા ક્રમે રહી તેનું અભિયાન સમાપ્ત કર્યું હતું. સીઝનના અંતિમ મેચમાં પંતે ફોર્મમાં વાપસી કરી હતી અને 8 છક્કાથી 118 રનની અણનમ ઈનિંગ રમી હતી. જો કે બોલરોના નબળા દેખાવને લીધે અંતમાં આરસીબી સામે હાર સહન કરવી પડી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક