• બુધવાર, 04 જૂન, 2025

ટોમ હેંસની દોઢી સદી: ઇન્ડિયા અ સામે ઇંગ્લેન્ડ લાયન્સનો મક્કમ જવાબ: મેચ ડ્રો ભણી

નોર્ટિંગહામ તા.1: ટેસ્ટ ટીમમાં લગભગ એક દશક પછી વાપસી કરનાર કરૂણ નાયરની બેવડી સદી (204)થી ભારતીય એ ટીમે તેના પહેલા દાવમાં પપ7 રન ખડકયાં હતા. આ પછી હરીફ ટીમ ઇંગ્લેન્ડે લાયન્સ ટીમે પણ ટોમ હેંસની દોઢી સદીની મદદથી મકકમ જવાબ આપ્યો હતો. બન્ને ટીમ વચ્ચેના પ્રથમ ચાર દિવસીય બિન સત્તાવાર ટેસ્ટ મેચના આજે ત્રીજા દિવસે ચાના સમયે ઈંગ્લેન્ડ લાયન્સના 98 ઓવરમાં પ વિકેટે 413 રન થયા હતા. ટોમ હેંસ 271 દડામાં 19 ચોકકાથી 171 રને રમતમાં હતો. જયારે ડોન મુસલી 48 રને ક્રિઝ પર હતો. ભારત તરફથી મીડીયમ પેસર મુકેશકુમારે 3 વિકેટ લીધી હતી. તે 18 નંબરની જર્સી સાથે મેદાનમાં ઉતર્યોં હતો. જે વિરાટ કોહલીની ટેસ્ટ જર્સીનો નંબર છે. આથી ચાહકો નારાજ થયા હતા. ઇંગ્લેન્ડ લાયન્સ તરફથી મીડલઓર્ડર બેટર મેકસ હેલ્ડન 101 દડામાં 12 ચોકકા અને 1 છકકાથી આક્રમક 101 રન કરી આઉટ થયો હતો.

ભારત તરફથી કરૂણ નાયરની બેવડી સદી સિવાય સફરાઝ ખાને 92 અને ધ્રુવ જુરેલે 94 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ટેસ્ટ ટીમમાં સામેલ નીતિશ રેડ્ડી 7 રન જ કરી શકયો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક