• બુધવાર, 04 જૂન, 2025

યૂએફા ચેમ્પિયન્સ લીગમાં ઙજઋ પહેલીવાર વિજેતા

ટીમની જીત બાદ પેરિસની સડકો પર તોફાન અને આગજની : બેના મૃત્યુ, એક પોલીસમેન કોમામાં

 

મ્યૂનિચ, તા.1: પેરિસ સેંટ જર્મેન (પીએસજી) ટીમે ફાઇનલમાં ઇન્ટર મિલાન વિરુદ્ધ પ-0 ગોલથી ધમાકેદાર જીત મેળવીને પહેલીવાર યૂએફા ચેમ્પિયન્સ લીગનો ખિતાબ કબજે કર્યો છે. ચેમ્પિયન્સ લીગ ફાઇનલમાં પીએસજીની આ રેકોર્ડબ્રેક જીત છે. આ પહેલા કોઇ પણ ટીમે ચાર કે તેથી વધુ ગોલના અંતરથી ચેમ્પિયન્સ લીગનો ફાઇનલ જીત્યો નથી. પીએસજીના ઐતિહાસિક વિજય બાદ પેરિસની સડકો પર ચાહકો તોફાને ચડયા હતા. આગજની થઇ હતી. મેટ્રો સ્ટેશનોમાં તોડફોડ થઇ હતી. રાતભર બિયરની છોળો ઉડી હતી. તોફાનીઓને કાબૂમાં લેવા પોલીસે લાઠીચાર્જ કરવો પડયો હતો.  આ દરમિયાન બે લોકોના મૃત્યુ થયાના અને એક પોલીસમેન ગંભીર ઇજાને લીધે કોમામાં હોવાના રિપોર્ટ છે.

ફાઇનલમાં ફ્રાંસીસી ચેમ્પિયન ટીમ પીએસજીની શરૂઆત આક્રમક રહી હતી. ઇન્ટર મિલાનના રક્ષાહરોળને શરૂઆતથી છિન્નભિન્ન કર્યું હતું. અચરફ હકીમીએ 12મી મિનિટે ગોલ કરીને પીએસજીની શરૂઆતમાં સરસાઇ અપાવી હતી. તેની ઠીક સાત મિનિટ પછી 19 વર્ષીય ડેજાયર ડૂએ ગોલ કર્યો હતો. તેણે બીજા હાફ અગાઉ વધુ એક ગોલ કરીને પીએસજીને 3-0થી આગળ કરી દીધું હતું.

બીજા હાફમાં ખિવ્ચા કારત્સખેલિયાએ 73મી મિનિટે ગોલ કર્યો હતો જ્યારે સબ્સ્ટિટયૂટ ખેલાડી સેની મુયુલએ પેરિસ સેંટ જર્મેન માટે પાંચમો ગોલ

કર્યોં હતો.

પેરિસ સેંટ જર્મેન યૂએફા ચેમ્પિયન્સ લીગ ખિતાબ જીતનારી ફ્રાંસની બીજી કલબ ટીમ બની છે. અગાઉ 1993માં માર્સિલે કલબ ચેમ્પિયન બની હતી. સંયોગથી તેણે પણ ફાઇનલમાં ઇન્ટર મિલાનને હાર આપી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક