• બુધવાર, 04 જૂન, 2025

નોર્વે ઓપનમાં ગુકેશની વધુ એક હાર અર્જુન નં. ટૂને હાર આપી ચોથા સ્થાને

નોર્વે, તા.1: વર્તમાન વિશ્વ વિજેતા ભારતના યુવા ગ્રાંડમાસ્ટર ડી. ગુકેશ માટે નોર્વે ઓપન ચેસ ટૂર્નામેન્ટ ઉતાર-ચડાવભરી સફર ચાલુ રહી છે. ગઇકાલે તે ચીની ખેલાડી વેઇ યી વિરુદ્ધ ટાઇબ્રેકરમાં હારીને સંયુકતરૂપે પાંચમા સ્થાને ખસી ગયો છે. જયારે ભારતના અન્ય એક ખેલાડી અર્જુન એરિગેસીએ અમેરિકાના વિશ્વ નંબર બે ખેલાડી હિકારૂ  નાકામુરાને હાર આપીને તેનું ચોથું સ્થાન જાળવી રાખ્યું છે.

બીજી તરફ ટૂર્નામેન્ટના ગત ચેમ્પિયન મેગ્નસ કાર્લસને તેનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખ્યું હતું. તેણે કાળા મોહરા સાથે રમીને અમેરિકી ગ્રાંડમાસ્ટર ફેબિયાનો કારૂઆના સામે ટાઇબ્રેકરમાં જીત મેળવી હતી. તેના કુલ 9.પ અંક છે અને વર્ચસ્વ સાથે ટોચ પર છે.

મહિલા વર્ગમાં ભારતની કોનેરૂ હમ્પી ચીનની લેઇ ટિંગજી સામે જીતી હતી. તેણીના કુલ પોઇન્ટ 8.પ થયા છે અને ખિતાબની રેસમાં છે.

ઇ-પેપરના નવા શુલ્ક