• ગુરુવાર, 21 સપ્ટેમ્બર, 2023

જર્મનીનો ઓલિમ્પિક ચેમ્પિયન જ્વેરેવ ફ્રેંચ ઓપનના સેમિમાં

પેરિસ, તા.8: જર્મનીનો ઓલિમ્પિક ચેમ્પિયન એલેકઝેંડર જ્વેરેવ ફ્રેંચ ઓપનના મેન્સ સિંગલ્સના સેમિ ફાઇનલમાં પહોંચી ગયો છે. તેણે ક્વાર્ટર ફાઇનલમાં 22મા ક્રમના આર્જેન્ટિનાના ખેલાડી ટોમસ માર્ટિનને 6-4, 3-6, 6-3 અને 6-4થી હાર આપી હતી. જ્વેરેવ ફ્રેંચ ઓપનમાં સતત ત્રીજીવાર સેમિ ફાઇનલમાં પહોંચ્યો છે. ઓવરઓલ તેનો આ છઠ્ઠો ગ્રાંડસ્મેલ ફાઇનલ બની રહેશે. ગયા વર્ષે તે ફ્રેંચ ઓપનના સેમિ ફાઇનલમાં રાફેલ નડાલ વિરુદ્ધ ઇજાને લીધે કોર્ટની બહાર થયો હતો. હવે સેમિ ફાઇનલમાં તેની ટક્કર નોર્વેના કેસ્પર રૂડ સામે થશે. ચોથા ક્રમના રૂડે કવાર્ટર ફાઇનલમાં છઠ્ઠા ક્રમના ડેનમાર્કના ખેલાડી હોલ્ગર રૂનેને 6-1, 6-2, 3-6 અને 6-3થી હાર આપી હતી. બીજા સેમિ ફાઈનલમાં જોકોવિત અને અલ્કારેજ આમને-સામને હશ.