• શનિવાર, 27 જુલાઈ, 2024

મેક્સવેલની આતશી સદીથી બીજા T-20 મેચમાં વિન્ડિઝ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયાનો 34 રને વિજય પાંચમી સદી ફટકારી મેક્સવેલે રોહિત શર્માની બરાબરી કરી

એડિલેડ, તા.11: પ્લેયર ઓફ ધ મેચ ગ્લેન મેક્સવેલની 120 રનની આતશી ઇનિંગની મદદથી બીજા ટી-20 મેચમાં વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયાનો 34 રને શાનદાર વિજય થયો છે. આથી ત્રણ મેચની શ્રેણી કાંગારુ ટીમે 2-0થી કબજે કરી છે. મેકસવેલે પપ દડામાં 12 ચોક્કા અને 8 છક્કાથી 120 રન કરીને રનનું રમખાણ સર્જ્યું હતું. મેક્સવેલે ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં પાંચમી સદી કરીને આ ફોર્મેટમાં સૌથી વધુ સદી કરનાર ભારતીય કપ્તાન રોહિત શર્માની બરાબરી કરી છે. આ ઉપરાંત તેણે સૌથી ઝડપે પ ટી-20 ઇન્ટરનેશનલ સદીનો રેકોર્ડ પણ બનાવ્યો છે. ઓસ્ટ્રેલિયાના 4 વિકેટે 241 રનના જવાબમાં વેસ્ટ ઇન્ડિઝના 20 ઓવરમાં 9 વિકેટે 207 રન થયા હતા. મેક્સવેલે ચોથા નંબર પર આવીને 120 રનની સૌથી મોટી ઇનિંગ રમી હતી. આ પહેલા ભારતના સૂર્યકુમારે ચોથા નંબર પર ઇંગ્લેન્ડ વિરુદ્ધ 2022માં 117 રનની ઇનિંગ રમી હતી. 

ઓસ્ટ્રેલિયા તરફથી આજના મેચમાં વોર્નરે 22 રન કર્યા હતા જ્યારે સ્ટોઇનિસે 2 ચોક્કા-2 છક્કાથી 31 રનની ઝડપી ઇનિંગ રમી હતી. હોલ્ડરને બે વિકેટ મળી હતી. વિન્ડિઝ તરફથી કપ્તાન રોવમેન પોવેલે 36 દડામાં પ ચોક્કા-4 છક્કાથી 63, આંદ્રે રસેલે 16 દડામાં 4 ચોક્કા-2 છકકાથી 37 અને જેસન હોલ્ડરે 28 રનની અણનમ ઇનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી હેઝલવૂડે 3 વિકેટ લીધી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જીવાપરગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢના બે બુટલેગર ઝડપાયા ગુંદાગામ પાસેથી અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂ મળ્યો : ચાલક ફરાર July 27, Sat, 2024