• રવિવાર, 19 મે, 2024

ખરાબ ફોર્મને લીધે મેક્સવેલે અનિશ્ચિત મુદત માટે ક્રિકેટમાંથી બ્રેક લીધો

બેંગ્લુરુ તા.16: રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુના ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેકસવેલે પોતાના ખરાબ બેટિંગ ફોર્મને લીધે આઇપીએલમાં માનસિક અને શારીરિક રીતે અનિશ્ચિત મુદત માટે બ્રેક લેવાનો નિર્ણય લીધો છે. સનરાઇઝર્સ હૈદરાબાદ વિરૂધ્ધના ગઇકાલના હાઇ સ્કોરીંગ મેચમાં મેકસવેલ આરસીબીની ઇલેવનમાં સામેલ ન હતો. એનું કારણ મુંબઇ ઇન્ડિયન્સ સામેના પાછલા મેચમાં આંગળીની ઇજા બતાવવામાં આવ્યું હતું, પણ બાદમાં મેકસવેલે ખુદે ટીમમાંથી બહાર રહેવાની વાત સ્વીકારી હતી.

મેચ બાદ મેકસવેલે જણાવ્યું કે હું કપ્તાન ફાક ડૂ પ્લેસિસ અને કોચ પાસે ગયો અને કહ્યંy હવે સમય આવી ગયો છે મારી જગ્યા પર બીજા કોઇને અજમાવો. મારા માટે હાલ શરીરને માનસિક અને શારીરિક રીતે આરામ આપવાનો આ યોગ્ય સમય છે. બ્રેક બાદ મજબૂતીથી વાપસી કરીશ તેવો ભરોસો છે. મેકસવેલે તેની કેરિયરમાં આ બીજી વખત બ્રેક જાહેર કર્યોં છે. અગાઉ 2019માં તેણે આવું કર્યું હતું. આઇપીએલની વર્તમાન સીઝનમાં 3પ વર્ષીય મેકસવેલ 6 મેચમાં માત્ર 32 રન કરી શકયો છે. જેમાં 28 રન તો કેકેઆર સામેના મેચમાં થયા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

અંધશ્રદ્ધાનું નિશાન બનતું કૂમળુ ફૂલ : માસૂમ બાળકીને ભૂવાએ અગરબત્તીના ડામ દીધા રાજકોટ હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા બાદ સમગ્ર ઘટના બહાર આવી May 19, Sun, 2024