• શુક્રવાર, 03 મે, 2024

મુંબઈના કેપ્ટન હાર્દિક પંડયાને 12 લાખનો દંડ

ચંદિગઢ, તા.19: પંજાબ કિંગ્સ વિરુદ્ધના આઇપીએલના ગઈકાલે રમાયેલા મેચમાં સ્લો ઓવર રેટ મામલે મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડયા પર મેચ રેફરીએ 12 લાખનો દંડ કર્યો છે. મુંબઈ ટીમ નિર્ધારિત સમયમાં 10 ઓવરનો ક્વોટા પૂરી કરી શકી ન હતી. મુંબઈ ઇન્ડિયન્સ ટીમની સીઝનની આ પહેલી ભૂલ હોવાથી તેના કેપ્ટન પર મિનિમમ 12 લાખનો દંડ થયો છે. આ મેચમાં રસાકસી બાદ આખરી ઓવરમાં મુંબઈનો 9 રને વિજય થયો હતો. મુંબઈના 7 વિકેટે 192 રનના જવાબમાં પંજાબે 14 રનમાં 4 વિકેટ ગુમાવ્યા બાદ સફળ વાપસી કરી હતી. આશુતોષ શર્માની 7 છક્કાથી 61 રનની ઇનિંગના અંતે પંજાબ ટીમ 19.1 ઓવરમાં 183 રને ઓલઆઉટ થઈ હતી.

ઇ-પેપરના નવા શુલ્ક