• શનિવાર, 11 મે, 2024

તોતિંગ સ્કોર બાદ દિલ્હીની મુંબઈ સામે 10 રને જીત

દિલ્હીના જેક ફ્રેઝરના તોફાની 84 રન, હોપ અને સ્ટબે પણ મુંબઈને ધોયું : તિલક વર્માની લડાયક ઈનિંગ

નવી દિલ્હી, તા. 27 : મુંબઈ સામેના મેચમાં દિલ્હીએ તોફાની બેટિંગની મદદથી 257 રનનો તોતીંગ સ્કોર કર્યો હતો. જેમાં ઓપનર જેક ફ્રેઝરે માત્ર 27 બોલમાં 84 રન કર્યા હતા. જ્યારે શાઈ  હોપે 17 બોલમાં 41 અને સ્ટબે 25 બોલમાં 48 રન કરીને મુંબઈના બોલરોને હેરાન કરી દીધા હતા. જીત માટે 258 રનના લક્ષ્યનો પીછો કરતા મુંબઈના ઓપનર ઈશાન કિશન અને રોહિત શર્મા નિષ્ફળ ગયા હતા. બાદમાં સુર્યકુમાર યાદવ પણ ઝડપી બેટિંગ કરવાની દોડમાં વિકેટ ગુમાવી બેઠો હતો. આ દરમિયાન તિલક વર્મા, હાર્દિક અને ટીમ ડેવિડે લડત આપી હતી અને છેલ્લી ઓવરમાં 25 રનની જરૂર હતી. 20મી ઓવરના પહેલા બોલે તિલક વર્મા રન આઉટ થયો હતો અને મુંબઈની જીતની આશા ઉપર પાણી ફરી વળ્યું હતું અને દિલ્હીએ 10 રને જીત મેળવી હતી. 

મુંબઈએ ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી હતી. જો કે આ નિર્ણય નિષ્ફળ સાબિત થયો હતો. દિલ્હીના ઓપનર જેક ફ્રેઝરે પહેલી જ ઓવરથી મુંબઈના બોલરોને દિવસે તારા બતાવવાની શરૂઆત કરી દીધી હતી અને બીજો છેડો અભિષેક પોરેલે સંભાળ્યો હતો. જેના પરિણામે દિલ્હીએ 7 ઓવરમાં 100થી ઉપરનો સ્કોર બનાવ્યો હતો. જેક ફ્રેઝર 27 બોલમાં 11 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 84 રન કરીને આઉટ થયો હતો. જ્યારે પોરલ 36 રન કરીને આઉટ થયો હતો. બાદમાં શાઈ હોપે 17 બોલમાં પાંચ છગ્ગાની મદદથી 41 રન કર્યા હતા. અંતિમ ઓવરમાં ટ્રીસ્ટન સ્ટબે 25 બોલમાં છ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 48 રન કરતા દિલ્હીએ 20 ઓવરમાં ચાર વિકેટના નુકશાને 257 રન

કર્યા હતા.

જીત માટે 258 રનનો પીછો કરતા મુંબઈની ટીમ ઉપર દબાણ સ્પષ્ટ જોવા મળ્યું હતું. તેમાં પણ ઈશાન કિશન, રોહિત શર્મા અને સુર્યકુમાર યાદવ સસ્તામાં આઉટ થયા હતા. જેના પરિણામે 65 રનની અંદર મુંબઈએ 3 વિકેટ ગુમાવી દીધી હતી. બાદમાં તિલક વર્મા અને હાર્દિકે બાજી સંભાળી હતી. હાર્દિક 24 બોલમાં 46 રન કરીને આઉટ થયો ત્યારે ટીમનો સ્કોર 136 રન હતો. આ ઉપરાંત નેહલ વાઢેરા પણ 4 રને આઉટ થયો હતો. ત્યારબાદ તિલકનો સાથ ટીમ ડેવિડે આપ્યો હતો. જો કે 18મી ઓવરમાં  ટીમ ડેવિડ 37 રને આઉટ થયો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

રાજ્યમાં 25 આંગડિયા પેઢી પર CID ક્રાઈમના દરોડા : 15 કરોડની રોકડ : સોનું કબજે 200 કરોડના હવાલા પડયાની શક્યતા May 11, Sat, 2024