• શનિવાર, 11 મે, 2024

ઓરેન્જ કેપની રેસમાં કોહલીની નજીક પહોંચ્યો નરેન

હર્ષલ પટેલે બુમરાહ અને ચહલને પાછળ છોડી દીધા

નવી દિલ્હી, તા. 27 : કોલકાતા અને પંજાબના મેચ બાદ ઓરેન્જ કેપ અને પર્પલ કેપની રેસમાં બદલાવ જોવા મળ્યા છે. કેકેઆરથી ઓપનિંગ બેટ્સમેન સુનિલ નરેને પંજાબ સામે ધુંઆધાર 71 રનની ઇનિંગ રમી. જેનાથી નરેન આઇપીએલમાં સૌથી વધારે રન કરનારા બેટ્સમેનોની યાદીમાં કોહલી બાદ બીજા નંબરે પહોંચી ગયો છે જ્યારે નરેનનો સાથી ખેલાડી ફિલિપ્સ સાલ્ટે પણ મેચમાં 75 રનની ઇનિંગ રરમી હતી અને આગળની તરફ કદમ વધાર્યા છે. બીજી તરફ હર્ષલ પટેલે એક વિકેટ લઈને બુમરાહ પાસેથી પર્પલ કેપ છિનવી લીધી છે.

ઓરેન્જ કેપની વાત કરવામાં આવે તો બેંગલોરનો વિરાટ કોહલી નવ મેચમાં 430 રન સાથે ટોપ ઉપર છે જ્યારે સુનીલ નરેન 357 રન સાથે બીજા નંબરે છે. કિંગ કોહલી અને નરેન વચ્ચે હવે માત્ર 73 રનનું અંતર છે. સાલ્ટ 324 રન સાથે સાતમા ક્રમાંકે છે. આ ઉપરાંત યાદીમાં કોઈ ફેરફાર થયો નથી. પર્પલ કેપની રેસમાં પંજાબનો હર્ષલ પટેલ જસપ્રીત બુમરાહ અને યુઝવેન્દ્ર ચહલથી આગળ નીકળી ગયો છે. હર્ષલ પટેલના નામે આઇપીએલ સિઝનમાં 9 મેચમાં 14 વિકેટ છે જ્યારે બુમરાહ અને ચહલ 13-13 વિકેટ સાથે હર્ષલથી પાછળ છે. અર્શદીપ યાદીમાં છઠ્ઠા અને સેમ કરન સાતમા ક્રમાંકે છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

રાજ્યમાં 25 આંગડિયા પેઢી પર CID ક્રાઈમના દરોડા : 15 કરોડની રોકડ : સોનું કબજે 200 કરોડના હવાલા પડયાની શક્યતા May 11, Sat, 2024