• મંગળવાર, 21 મે, 2024

ભારતની વર્લ્ડ કપ ટીમ લગભગ કાલે જાહેર થશે અગરકર અને રોહિત વચ્ચે ચર્ચા

મુંબઈ, તા.29: બીસીસીઆઇની પસંદગી સમિતિના અધ્યક્ષ અજીત અગરકર અને કેપ્ટન રોહિત શર્મા વચ્ચે આગામી ટી-20 વર્લ્ડ કપના સંભવિત 1પ ખેલાડીની ટીમની પસંદગી માટે અનૌપચારિક બેઠક યોજાઈ હતી. વર્લ્ડ કપના 1પ ખેલાડી જાહેર કરવાની આખરી તારીખ 1 મે છે. 

રિપોર્ટ અનુસાર બીસીસીઆઇ 9 થી 10 ખેલાડી વર્લ્ડકપ માટે ફાઇનલ કરી લીધા છે. ખાસ કરીને શિવમ દુબે અને રિંકુ સિંહમાંથી કોઇ એકની પસંદગી કરવાપર પસંદગી સમિતિ દુવિધામાં છે. વિકેટકિપર માટે પણ આ જ સમસ્યા છે.

અગરકર કપ્તાન રોહિત શર્મા સાથે બેઠક એ માટે કરવા માગ છે કે કેટલીક ચીજો સ્પષ્ટ કર્યા બાદ પસંદગી સમિતિની મિટિંગમાં આ વાત મૂકી શકે. ટીમમાં એવાં કેટલાંક સ્થાન છે કે જેના પર ઘણા દાવેદાર ખેલાડીઓ છે. 1પ ખેલાડીમાં શિવમ દૂબે અને રિંકુ સિંઘમાંથી કોઈ એકને તક મળી શકે છે. જે વિશે અગરકર કપ્તાનનો મત જાણવા માગ છે. હાર્દિક પંડયાની નબળી બોલિંગ વિશે પણ અગરકર ચર્ચા કરી શકે છે.  સ્પિન વિભાગમાં કુલદીપ યાદવ નિશ્ચિત છે જ્યારે બીજા સ્પિનર માટે ચહલ, અક્ષર અને બિશ્નોઈ રેસમાં છે. વિકેટકીપરનાં સ્થાન પર તીવ્ર સ્પર્ધા છે. ઋષભ પંત, કેએલ રાહુલ અને સંજુ સેમસન ત્રણેય વર્લ્ડ કપ ટીમના હિસ્સા બની શકે છે. આ સ્થિતિમાં ઈશાન કિશનનું પત્તંy કપાશે. જેના પર અગરકર કપ્તાન શર્મા સાથે બેઠક કરશે. ઝડપી બોલર તરીકે બુમરાહ નિશ્ચિત છે. બાકીનાં ત્રણ સ્થાન માટે ઘણાં નામ સામે આવ્યાં છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક