• શનિવાર, 18 મે, 2024

હારનો હિસાબ બરાબર કરવા પંજાબ સામે ઉતરશે ચેન્નઈ આજે બપોરે 3.30 વાગ્યે ધર્મશાળામાં પંજાબ-ચેન્નઈ વચ્ચે ટક્કર

નવી દિલ્હી, તા. 4 : આઇપીએલ ટૂર્નામેન્ટમાં ફરી એક વખત રવિવારે ડબલ હેડર રમાશે. દિવસનો પહેલો મુકાબલો 3.30 વાગ્યે પંજાબ કિંગ્સ અને ચેન્નઈ સુપરકિંગ્સ વચ્ચે ધર્મશાળામાં રમાશે જ્યારે બીજો મુકાબલો લખનઉ સુપર જાયન્ટ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે લખનઉમાં થશે. પહેલાં મુકાબલામાં પંજાબ અને ચેન્નઈ વચ્ચે રોમાંચક મુકાબલો જોવા મળશે. 

જેમ જેમ આઇપીએલ લીગ સ્ટેજ પૂરું થવા આવ્યું છે, તેમ પ્લે ઓફની જંગ પણ રોમાંચક બની રહી છે. કોલકાતા અને રાજસ્થાન સિવાય બાકીની આઠ ટીમ વચ્ચે પ્લે ઓફની બે જગ્યા માટે જંગ થઈ રહી છે. આ માટે પંજાબ અને ચેન્નઈ વચ્ચેનો મુકાબલો મહત્ત્વનો બની રહેશે. જે ધર્મશાળામાં રમાશે. ધર્મશાળામાં સીઝનની પહેલી મેચ રમાવા જઈ રહી છે. પંજાબનો ગયો મુકાબલો પણ ચેન્નઈ સામે જ હતો. જેમાં પંજાબે સીએસકેને તેનાં જ ઘરમાં સાત વિકેટે હરાવ્યું હતું. તેવામાં ચેન્નઈની નજર હિસાબ બરાબર કરવા ઉપર રહેશે. પંજાબનો રેગ્યુલર કેપ્ટન શિખર ધવન ઈજાગ્રસ્ત છે. તેની ગેરહાજરીમાં સેમ કરન છેલ્લા બે મેચમાં કેપ્ટનશિપ કરી હતી અને બન્ને મેચ ટીમ જીતી છે. તેવામાં ધવનની વાપસી અંગે પણ અટકળો લાગી રહી છે.

ચેન્નઈને હરાવ્યા પહેલા પંજાબે કોલકાતાને હરાવ્યું હતું. તેવામાં પંજાબની નજર સતત ત્રીજો મુકાબલો જીતીને પ્લે ઓફની આશા જીવંત રાખવાનો છે. પોઇન્ટ ટેબલમાં પંજાબ સાતમા ક્રમાંકે છે જ્યારે ચેન્નઈ પાંચમા સ્થાને છે. પંજાબ અને ચેન્નઈ વચ્ચે આઇપીએલમાં અત્યારસુધીમાં 29 મુકાબલા રમાયા છે. જેમાંથી 15મા ચેન્નઈ અને 14મા પંજાબે જીત નોંધાવી છે. બન્ને ટીમ વચ્ચેના છેલ્લા પાંચ મુકાબલાની વાત કરવામાં આવે તો આ પાંચેય મુકાબલા પંજાબનાં નામે રહ્યા છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક