• રવિવાર, 19 મે, 2024

 મહિલા ઝ-20 વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાનની ટક્કર 6 ઓક્ટોબરે

બાંગલાદેશમાં 19 દિવસમાં 23 મેચ રમાશે : ઈંઈઈએ શેડયૂલ જાહેર કર્યો

નવી દિલ્હી, તા.પ : બાંગલાદેશની ધરતી પર આ વર્ષે ઓક્ટોબરમાં રમાનાર મહિલા ટી-20 વર્લ્ડ કપનો શેડયૂલ જાહેર કર્યો છે. આ ટૂર્નામેન્ટનો બહુપ્રતિક્ષિત ભારત-પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો 6 ઓક્ટોબરે રમાશે. મહિલા ટી-20 વિશ્વ કપમાં ભારતીય ટીમની કઠિન ગ્રુપ મળ્યું છે. ભારત સાથે વર્તમાન ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા, ન્યુઝિલેન્ડ અને પાકિસ્તાન ગ્રુપ એમાં છે. ભારતના તમામ લીગ મેચ સિલહટમાં રમાશે.

આઇસીસી દ્વારા ઘોષિત નવમા ટી-20 મહિલા વિશ્વ કપના કાર્યક્રમ અનુસાર ભારતીય ટીમ તેનાં અભિયાનનો આરંભ તા. 4 ઓક્ટોબરે ન્યુઝિલેન્ડની મહિલા ટીમ વિરુદ્ધ મેદાનમાં ઉતરીને કરશે જ્યારે 6 ઓક્ટોબરે પરંપરાગત હરીફ પાકિસ્તાન વિરુદ્ધ ટક્કર થશે. ભારતીય મહિલા ટીમનો ત્રીજો મેચ ફર્સ્ટ ક્વોલીફાયર સામે હશે. જેનો ફેંસલો હજુ થયો નથી. ટીમનો અંતિમ ગ્રુપ મેચ 13 ઓક્ટોબરે 6 વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા ટીમ સામે થશે.

મહિલા ટી-20 વર્લ્ડ કપનો ફાઇનલ મુકાબલો ઢાકામાં 20 ઓક્ટોબરે રમાશે. એ પહેલા બે સેમિ ફાઇનલ મેચ 17 અને 18 ઓક્ટોબરે રમાશે.  ઢાકા અને સિલહટમાં 19 દિવસમાં 23 મેચ રમાશે. સેમી અને ફાઇનલ માટે રિઝર્વ ડે રખાયા છે.

યજમાન બાંગલાદેશ ગ્રુપ બીમાં દ. આફ્રિકા, ઇંગ્લેન્ડ, વેસ્ટ ઇન્ડિઝ અને સેકન્ડ ક્વોલીફાયર ટીમ હશે. આયરલેન્ડ, યુએઇ, શ્રીલંકા અને સ્કોટલેન્ડની ટીમ મુખ્ય ટૂર્નામેન્ટમાં જગ્યા બનાવવાની દોડમાં છે.

ઇ-પેપરના નવા શુલ્ક