• રવિવાર, 19 મે, 2024

લખનઉ સામે કોલકતાના 6/235 : નારાયણના આતશી 81

નવીન ઉલ હકની 3 વિકેટ 

લખનઉ તા.પ: હોમ ગ્રાઉન્ડ ઇકાના સ્ટેડિયમ પર લખનઉ સુપર જાયન્ટસને ટોસ જીતીને કોલકતા નાઇટ રાઇડર્સને દાવ આપવાનો નિર્ણય મોંઘો પડયો હતો. પિંચ હિટર ઓપનર સુનિલ નારાયણની 7 છકકાથી 81 રનની આતશી ઇનિંગની મદદથી કેકેઆરે 20 ઓવરમાં 6 વિકેટે 23પ રનનો મજબૂત સ્કોર નોંધાવ્યો હતો. કેકેઆરે પાવર પ્લેની 6 ઓવરમાં 1 વિકેટે 70 રન કરી શરૂઆતથી જ પાવર હિટિંગ કર્યું હતું. જયારે આખરી પ ઓવરમાં 64 રનનો ઉમેરો કર્યોં હતો અને આ દરમિયાન ત્રણ વિકેટ ગુમાવી હતી. પૂંછડિયા બેટધરમાંથી કાયાકલ્પ કરીને સ્ટ્રોકફૂલ ઓપનર બેટર બનનાર સુનિલ નારાયણે  માત્ર 39 દડામાં 6 ચોકકા અને 7 છકકાથી 81 રનની વધુ એક વિસ્ફોટક ઇનિંગ રમી હતી.

નારાયણ અને ફિલ સોલ્ટ વચ્ચે પહેલી વિકેટમાં ફકત 26 દડામાં 61 રનની ઝડપી ભાગીદારી થઇ હતી. સોલ્ટ 14 દડામાં પ ચોકકા-1 છકકાથી 32 રને આઉટ થયો હતો. આ પછી લખનઉના બોલરોને હંફાવીને રઘુવંશીએ નારાયણના સાથમાં બીજી વિકેટમાં 46 દડામાં 79 રનની આક્રમક ભાગીદારી કરી હતી. રઘુવંશી 26 દડામાં 32 રને આઉટ થયો હતો. રસેલ 12, રિંકુ સિંહ 16, કપ્તાન શ્રેયસ અય્યર 23 રન કરી આઉટ થયા હતા. શ્રેયસનો વિકેટ પાછળ કેએલ રાહુલે ડાઇવ મારીને અદભૂત કેચ કર્યોં હતો.  અંતમાં રમનદિપ સિંધે ફકત 6 દડામાં 1 ચોકકા અને 3 છકકાથી ધૂંઆધાર 2પ રન કરીને નોટઆઉટ રહ્યો હતો. લખનઉ તરફથી નવીન ઉલ હકને 3 વિકેટ મળી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક