• રવિવાર, 19 મે, 2024

મુંબઇ સામે હૈદરાબાદના 8 વિકેટે 173: ડેથ ઓવર્સમાં કમિન્સની સટાસટી

હાર્દિક પંડયા અને પીયૂષ ચાવલાની 3-3 વિકેટ 

મુંબઇ તા.6: આઇપીએલ-2024 સીઝનના પ્લેઓફમાં પહોંચવાની રેસ કસોકસની બની છે. સનરાઇર્ઝ હૈદરાબાદ માટે નોકઆઉટ રાઉન્ડમાં પહોંચવા બાકીના મેચમાં જીત જરૂરી છે. ત્યારે આજના મુંબઇ ઇન્ડિયન્સ વિરૂધ્ધના મેચમાં સનરાઇઝર્સના 20 ઓવરના અંતે 8 વિકેટે 173 રન થયા હતા. આખરી ઓવરમાં કપ્તાન પેટ કમિન્સે ફટકાબાજી કરીને સનરાઇઝર્સને 173 રનના પડકારરૂપ સ્કોર પર પહોંચાડયું હતું. કમિન્સ 17 દડામાં 2 ચોકકા અને 2 છકકાથી 3પ રને નોટઆઉટ રહ્યો હતો. મુંબઇ ઇન્ડિયન્સ તરફથી કપ્તાન હાર્દિક પંડયા અને અનુભવી સ્પિનર પીયૂષ ચાવલાએ 3-3 વિકેટ લીધી હતી.

હૈદરાબાદની ઇનિંગ ધમાકેદાર અંદાજમાં થઇ ન હતી. ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માએ પાવર પ્લે હિટિંગના બદલે સંભાળપૂર્વક બેટિંગ કર્યું હતું. આ બન્ને વચ્ચે પહેલી વિકેટમાં 37 દડામાં પ6 રનની ઉપયોગી ભાગીદારી થઇ હતી. અભિષેક 11 રને બુમરાહનો શિકાર બન્યો હતો. ટ્રેવિસ હેડે 30 દડામાં 7 ચોકકા અને 1 છકકાથી સૌથી વધુ 48 રન કર્યાં હતા.  મયંક અગ્રવાલની વાપસી સફળ રહી ન હતી. તે પ રન જ કરી શકયો હતો. નીતિશ રેડ્ડીએ 20 અને સ્ટાર હેનરિક કલાસેને 2 રન કર્યાં હતા. યાનસન 7, શાહબાઝ 10 અને અબ્દુલ સમદ 3 રને આઉટ થયા હતા. મુંબઈની જોડી હાર્દિક-પીયૂષ સામે હૈદરાબાદના મીડલ ઓર્ડરનો ધબડકો થયો હતો. અંતમાં કમિન્સે સનવીર સિંઘ (અણનમ 8) સાથે મળીને નવમી વિકેટની અતૂટ ભાગીદારીમાં 19 દડામાં 37 રનનો ઉમરો કર્યોં હતો. આથી મુંબઇ સામે 174 રનનું વિજય લક્ષ્યાંક મૂકવામાં હૈદરાબાદને સફળતા મળી હતી. મુંબઇ તરફથી બુમરાહ, નવોદિત બોલર અંશૂલ કમ્બોજને 1-1 વિકેટ મળી હતી.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

અંધશ્રદ્ધાનું નિશાન બનતું કૂમળુ ફૂલ : માસૂમ બાળકીને ભૂવાએ અગરબત્તીના ડામ દીધા રાજકોટ હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા બાદ સમગ્ર ઘટના બહાર આવી May 19, Sun, 2024