• રવિવાર, 19 મે, 2024

T-20 વર્લ્ડ કપની ટીમ ઇન્ડિયાની જર્સીની બાંય પર ભગવો કલર

નવી દિલ્હી, તા.6: અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝની ધરતી પર તા. 2 જૂનથી શરૂ થનાર ટી-20 વર્લ્ડ કપની ટીમ ઇન્ડિયાની જર્સી આજે લોન્ચ થઈ છે. ટીમ ઇન્ડિયાની ઓફિશિયલ કિટ સ્પોન્સર એડિડાસ દ્વારા આજે જર્સી લોન્ચ કરવામાં આવી છે. ભારતીય ટીમની નવી જર્સી વી-શેપની છે. જેમાં ગળાના ભાગે તિરંગાના ત્રણ કલર છે જ્યારે હાથના ભાગે એટલે કે બાંય પર ભગવો કલર છે. જેની સાથે એડિડાસ કંપનીની લોગો પણ છે. આગળનો અને પાછળનો ભાગ બ્લ્યૂ કલરનો છે. સાઇડમાં એક ભગવા કલરની લાઇન પણ છે. જર્સી લોન્ચ થયા અગાઉ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર લીક થઈ ગયો હતો. બાદમાં એડિડાસ કંપનીએ જર્સીની ડિઝાઇન જારી કરી દીધી છે. 

એડિડાસ કંપની દ્વારા વન ડે અને ટી-20 ફોર્મેટની અલગ અલગ જર્સી ડિઝાઇન કરવામાં આવે છે. વન ડેની જર્સીમાં કોલર હોય છે અને તેના પર વાઘની લાઇનો હોય છે જ્યારે ટી-20 ફોર્મેટની જર્સીમાં અશોક ચક્ર હોય છે. ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ ગ્રુપ એમાં પાકિસ્તાન, અમેરિકા, કેનેડા અને આયરલેન્ડ સાથે સામેલ છે. ભારતીય ટીમ તેનો પહેલો મેચ પ જૂને આયરલેન્ડ સામે રમશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

અંધશ્રદ્ધાનું નિશાન બનતું કૂમળુ ફૂલ : માસૂમ બાળકીને ભૂવાએ અગરબત્તીના ડામ દીધા રાજકોટ હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા બાદ સમગ્ર ઘટના બહાર આવી May 19, Sun, 2024